Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ધોરાજી ખાતે ખ્વાજા મોહકમુદ્દીન સેરાનીના ૨૪૩માં ઐતિહાસિક ઉર્ષનો પ્રારંભઃ વિશાળ સંદલ શરીફ નીકળ્યું

ધોરાજી તા.૨૮: ભારત ભરના હિન્દૂ મુસ્લિમો ની એકતા ને કાયમી અખંડ રાખતું ધોરાજી શહેર માં આવેલ ભારત નું સુ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ હજરત ખ્વાજા મોહકમુદ્દીન સેરાની ના ૨૪૩ માં ઐતિહાસિક ઉર્ષ ના મેળાનો દબદબા ભેર પ્રારંભ થયું છે

   તા ૧૭ ને ગુરુવારે બપોરે ૩ કલાકે ખાદીમો નું મુસ્લિમ અગ્રણીઓ નું અને મેળા આયોજકો ઉર્ષ  શરીફ ની  વિવિધ સમિતિના કાર્યકરો નું સન્માન ખાદીમ  સૈયદ રફીકમિયા ગફારમિયા સૈયદ હુસેનમિયા ગફારમિયા સૈયદ આહમદમિયાં ઈબ્રાહીમમીયા સૈયદ ઇસ્માઇલમિયાં ઈબ્રાહીમમીયા દ્વારા સન્માન કરવામાં આવેલ હતું . આ તકે મુસ્લિમ સમાજના મોભી

સૌરાષ્ટ્ર મતવા માલધારી સમાજના અગ્રણી હાજી ઇબ્રાહીમભાઇ ખુરેસી  લઘુમતી ભાજપ અગ્રણી બોદુભાઇ ચૌહાણ ધોરાજી પાલિકા ઉપપ્રમુખ મકબુલભાઈ  ગરાના ઈમ્તિયાઝભાઈ ખોખરા મોહમ્મદ કાસીમ ગરાના

મુસીર માજોઠી ઈમ્તિયાઝ ખલીફા (ઇમુ) વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા .   સન્માન બાદ દુઆ  એ ખેર અને દેશ ની રક્ષા અને ભારત ભર માં કોમી એકતા જળવાઈ રહે માટે ખાદીમો દ્વારા દુઆ એ ખેર કરવામાં આવેલ હતી બાદ માં ઢોલ નગારા ના નાદ સાથે જાંબુર ના સીદીબાદશાહ ના આદિવાસી નૃત્ય સાથે વીશાળ સંદલ શરીફ નીકળ્યું હતું જે શહેર ના મુખ્ય માર્ગો પર ફર્યું હતું  અને ઉર્ષ ના ચાર દિવસ સુધી યોજાનાર ભવ્ય લોકમેળા ને પણ આયોજક મુસીરભાઈ માજોઠી બોદુભાઇ ચૌહાણ ઇમુ ખલિફા રફીકમિયા સૈયદ દ્વારા દરગાહ શરીફ ના ખાદીમો ની ઉપસ્થિતિ માં ખુલો મુકવામાં આવ્યો હતો લોકમેળા માં ચાર દિવસ સુધી લાખો લોકો મનોરંજન માણસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે ધોરાજી ના પીઆઇ વિનોદ કુમાર જોશી એ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે.

(11:56 am IST)