Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

મોરબીના મુખ્યમાર્ગો પર સતત ધૂળ ઉડવાની સમસ્યાઃ લોકો ત્રાહિમામ

મોરબી,તા.૧૮: શહેરમાં વાતાવરણમાં થતું પ્રદુષણ નિવારવા માટે યુવાનોએ કલેકટરને પત્ર લખી રજૂઆત કરી છે. મોરબી શહેરમાં મુખ્યમાર્ગો સતત ધૂળ ઉડતી હોય વાતાવરણનું પ્રદુષણ ફેલાઈ રહ્યું છે જેનાથી નાગરિકોના આરોગ્યના રક્ષણ માટે યોગ્ય કરવાની માંગ કરી છે

જાગૃત યુવાનો એ જીલ્લા કલેકટરને આવેદનમાં જણાવ્યું છે કે મોરબી શહેરમાં દિન પ્રતિદિન વાતાવરણમાં પ્રદુષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે મોરબીના રસ્તાની હાલત એટલી ખરાબ છે કે વાહનો ચાલવાથી સતત ધૂળ ઉડતી રહે છે ત્યારે જો વાતાવરણની આવી જ સ્થિતિ રહી તો મોરબી શહેરના લોકોમાં શ્વાસ સંબંધી રોગો, ક્ષય, ચામડીના રોગો, આંખના રોગો વધશે જેથી આ પરિસ્થિતિમાં કાબુ મેળવવા શહેરના તમામ રસ્તા તાત્કાલિક રીપેરીંગ કરવા જોઈએ મોરબીમાં ભારે વરસાદથી તમામ રસ્તા તૂટી ગયેલ છે અને માટી નાખીને રીપેર કરવામાં આવ્યા છે જેથી ધૂળ ઉડે છે જણાવ્યું છે કે મોરબીમાંથી પસાર થતા માટી, રેતીના વાહનોને પણ ફરજીયાત તાલપત્રી લગાવવા અંગે નોટીફીકેશન બહાર પાડવું જોઈએ અને કેનાલ રોડ પર દિવસ દરમિયાન હેવી વાહનોને નો એન્ટ્રી કરીને લીલાપર રોડથી દ્યુનડા શનાળા બાયપાસ વનવે કરી દેવો જોઈએ મોરબીના લોકોના આરોગ્યને ધ્યાને લઈને ઉડતી ધૂળને અટકાવવા તાત્કાલિક પગલા લેવામાં નહિ આઅવે તો ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

ચાઇલ્ડ વેલ્ફેર કમિટીની રચનાઃ હોદેદારોની વરણી

રાજય સરકાર દ્વારા વિવિધ જીલ્લામાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની રચના કરવામાં આવી છે જેમાં મોરબી જીલ્લામાં પણ મોરબી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની રચના કરાઈ છે જે કમિટીમાં ચેરપર્સન તરીકે રાજેશભાઈ બદ્રકીયા, તેમજ સભ્ય તરીકે સંજયભાઈ ભાગિયા, રાજેન્દ્રસિંહ ઝાલા અને ઇલાબેન કાવરની વરણી કરવામાં આવી છે ત્યારે નવા હોદેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે

(11:54 am IST)