Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

મોરબીના રાજપર ગામે એરપોર્ટના કામમાં વિલંબ કેમ?

જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇની કલેકટરને રજુઆત

મોરબી,તા.૧૮: રાજપર ગામે એરપોર્ટ બનાવવાને મંજુરી આપ્યા બાદ જમીન ફાળવણી અને ગ્રાન્ટ આપવામાં આવી હોવા છતાં એરપોર્ટનું કામ આગળ વધ્યું ના હોય જે મામલે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખે સાંસદ અને જીલ્લા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરી છે

મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારાએ સાંસદ મોહનભાઈ કુંડારિયા તેમજ જીલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી તાલુકાના રાજપર ગામ ખાતે મોરબીનું એરપોર્ટ બનાવવા માટે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલી રાજપર ખાત એરપોર્ટ બનવા જોઈતી અંદાજીત ૯૦ એકર જમીન પણ ઉપલબ્ધ છે અને સરકાર દ્વારા આ એરપોર્ટ માટેની પ્રથમ ગ્રાન્ટ રૂ ૪૦ કરોડ વર્ષ ૨૦૧૭ માં ફાળવી આપેલ હોય પરંતુ હજુ સુધી એરપોર્ટના કામ બાબતે કાર્યવાહી થયેલ ના હોય તો જમીનનો પ્રશ્ન હોય કે બીજા જે કોઈપણ કારણોસર એરપોર્ટનું કામ આગળ વધતું ના હોય તેની યોગ્ય તપાસ કરી ઝડપી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

(11:53 am IST)