Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ખંભાળિયાના વડત્રા ગામનો વિજપ્રશ્ન નવુ સબસ્ટેશન સ્થાપી હલ કરાશે

રાજયમંત્રી હકુભા જાડેજાની ઉર્જામંત્રી સમક્ષ સફળ રજૂઆતખંભાળીયા તા.૧૮ : ખંભાળીયા તાલુકાના વડત્રા ફીડરમાં ખૂબ જ વીજ પ્રશ્નો રહેતા હોય આ ફીડરમાં જ રાજયમંત્રી હકુભા જાડેજાનું વતન ભાતેલ પણ આવતુ હોય વડત્રા, ભાતેલ, બેરાજા, બેટ, આસોરા વિ. વિસ્તારોમાંથી રાજયમંત્રી હકુભા જાડેજાને રજૂઆત થતા તેમણે તાકિદે ઉર્જામંત્રીશ્રીને રજૂઆત રૂબરૂ કરતા તેમણે ગઇકાલે રાજકોટ ચીફ ઇજનેરશ્રી ગાંધીને દોડાવ્યા હતા તથા તેમણે હાલ પુરતુ વીજ પાવર અને સીવાય નિયમીત મળે તથા ફીડરો રેગ્યુલર થાય તે માટે કામગીરી શરૂ કરાવી હતી. જે પછી બેરાજા ગામે સબ સ્ટેશન બનાવવાનુ મંજુર કરાયુ છે. જે થોડા સમયમાં કામ શરૂ થશે અને તેને કારણે બેરાજા, લેહ, આસોરા, ઝાકલીયા વિ. ગામોને રેગ્યુલર વીજ પુરવઠો મળશે.

વડત્રા નજીકના પાંચ છ ગામોના વીજ પ્રશ્નો અંગે રાજયમંત્રીની તત્પરતા ભારે પ્રશંસાપાત્ર રહી છે તથા પ્રજાને નવી સગવડતા પણ પ્રાપ્ત થશે જેથી આનંદની લાગણી ફેલાઇ છે.

જીલ્લા કલેકટર સાથે પણ મુલાકાત યોજાઇ

ખંભાળીયા પીજીવીસીએલના પ્રશ્ને દોડી આવેલ રાજકોટના ચીફ ઇજનેરશ્રી ગાંધીની ટીમ દ્વારા દેવભૂમી જિલ્લા કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાની સાથે પણ મુલાકાત લેવાઇ હતી તથા કાર્ય ઇજનેર શ્રી પણ સાથે જોડાયા હતા તથા જિલ્લા કલેકટર દ્વારા તેમની સાથે આવેલ પ્રશ્નો અને રજૂઆતો અંગે ચર્ચા વિચારણા થઇ હતી તથા જિલ્લામાં શાંતિપુર્ણ સ્થિતિમાં કામગીરી થાય તે માટે ચર્ચાઓ થઇ હતી.

ચીફ ઇજનેર આવતા તંત્ર દોડયું !!

ખંભાળિયાના વડત્રા સબ ડીવીઝનના પ્રશ્ન તથા ખેડૂતોના વિજળીના પ્રશ્ને છેક રાજકોટ કોર્પોરેટર કચેરીએથી ટીમ લઇને ચીફ ઇજનેર ખૂદ ખંભાળીયા આવતા તથા સવારથી સાંજ સુધી રોકાઇને વિગતો લઇને પગલાનું નકકર આયોજન કરતા તંત્ર દોડવા લાગ્યુ હતુ તથા ગઇકાલની મુલાકાતની અસર આજે જોવા મળી હતી.

(11:53 am IST)