Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ઉના પાસે ટ્રક-ટ્રેકટર ટકરાતા મહિલાનું મોત : ટ્રેકટર ચાલક સહિત ર ને ઇજા

ઉના તા ૧૮  :  તાલુકાના ગાંગડા-ટીંબી જતા નેશનલ હાઇવે રોડ ઉપર ટ્રકે ટ્રેકટર સાથે ધડાકાભેર અથડાતા ૧ મહિલાનું મોત તથા ટ્રેકટર ચાલક સહિત ર વ્યકિતઓને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાયેલ છે.

ઉના થી ૧૨ કિ.મી. દુર ભાવનગર નેશનલ હાઇવે રોડ ઉપર ગાંગડા-ટીંબી ગામ વચ્ચે એક ટ્રેકટર નંબર જીજે-૨૩-એજી-૧૦૯૧ લઇને દિલુભા કાળુભાઇ રે. ઉંટવળ વાળા જતા હતા ત્યારે ટ્રેકટરમાં બેનાબેન રામભાઇ બાંભણીયા, રે. રામેશ્વર, તા. ઉના, લખીબેન રાજાભાઇ, રે. સામતેર વાળાને બેસાડી જતા હતા ત્યારે એક ટ્રક ચાલકે ટ્રક પુર ઝડપે, બેદરકારીથી ચલાવી ટ્રેકટર સાથે ધડાકાભેર ભટકાવતા ટ્રેકટરના બે ટાયર છુટા પડી ગયેલ, ભુકો બોલી જતા ટ્રેકટરમાં મુસાફરી કરી રહેલ બેનાબેન રામભાઇ બાંભણીયા રે. રામેશ્વર નું મોત થયું હતું, જયારે લખીબેન રામભાઇ તથા દિલુભાઇ કાળુભાઇ રે. ઉંટવળ વાળાને ગંભીર ઇજા થતા દવાખાને સારવાર માટે ખસેડાયેલ છે. ટ્રક ચાલક સામે અકસ્માત કરી મોત નિપજાવી નાસી ગયાની ફરીયાદ દાખલ કરી છે.

(11:50 am IST)