Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ઉપલેટાના પોશ વિસ્તારમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા ૧૦ શખ્સો ઝડપાયા

રોકડ, વાહન અને મોબાઇલ સહિત રૂપીયા ૩,૨૮,૧૮૦નો મુદ્દામાલ ઝડપાયો

ઉપલેટા તા.૧૮: પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ.વિ.એમ.લગારીયા સાહેબ તથા પી.એસ.આઈ.આર.એલ.ગોયલ સાહેબ તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશને હાજર હતા તે દરમ્યાન પી.એસ.આઈ.આર.એલ.ગોયલ સાહેબને મળેલી બાતમીના આધારે ઉપલેટા શહેરના પોશ વિસ્તાર વેસ્ટર્ન પાર્કમાં આવેલા વેસ્ટર્ન ગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતા હેમેનભાઈ અંબાવીભાઈ બરોચિયા પોતાના કબ્જા ભોગવટાવાળા મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવી રહ્યો હોવાની બાતમી મળતા રેઇડ કરતા (૧)હેમેનભાઈ અંબાવીભાઈ બરોચિયા રહે. વેસ્ટર્ન પાર્ક વેસ્ટર્ન ગોલ્ડ એપાર્ટમેન્ટ ઉપલેટા (૨) અલ્પેશ કરશનભાઈ સુવા રહે.રાજમોતી ઉપલેટા (૩) સુખદેવભાઈ ઘનશ્યામભાઈ સોલંકી રહે. સ્વામિનારાયણ સોસાયટી ઉપલેટા (૪) અશોકભાઈ મહિપત ભાઈ વાંક રહે.દેરડીપ્રમોડપર  તા.જેતપુર (૫) વનરાજભાઈ દેસાભાઈ વાળા રહે.બલીયાવાડ તા.જી.જુનાગઢ(૬)દેસુરભાઈ નનકાભાઈ વેગડ રહે.બલીયાવડ તા.જી.જુનાગઢ (૭) મુકેશભાઈ ગોપાલભાઈ ગેડીયા રહે.વેસ્ટર્ન પાર્ક ઉપલેટા (૮) પ્રવીણભાઈ સવદાસભાઇ ડાભી રહે. વરજાંગ જાળીયા તા?.ઉપલેટા (૯) રોહિતભાઈ શાંતિભાઈ ખાંટ રહે.મેરવદર તા.ઉપલેટા (૧૦) પ્રવીણભાઈ દેવશી ભાઈ બુટાણી રહે.મેરવદર તા.ઉપલેટા વાળાઓને રોકડ રૂપીયા ૧,૨૮,૧૮૦=૦૦ તથા મોબાઈલ નંગ ૮ કિંમત રૂપીયા ૨૫૦૦૦=૦૦ તથા વાહનો ૨ કિંમત રૂપીયા ૧,૭૫,૦૦૦=૦૦ સાથે કુલ મુદ્દામાલ કિંમત રૂપીયા ૩૨૮૧૮૦=૦૦ સાથે પકડી પાડી જુ.ધા.કલમ ૪પ્ર૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આ કામગીરીમાં ઈન્ચાર્જ પી.આઈ.વિ.એમ.લગારીયા સાહેબ,પી.એસ.આઈ.આર.એલ.ગોયલ સાહેબ,એ.એસ.આઈ.દેવાયતભાઈ કળોતરા, પોલીસ હેડ કોન્સ્ટેબલ નિલેષભાઈ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ જાડેજા, વિશાલભાઈ હુંણ, ગગુભાઈ ગઢવી, વનરાજભાઈ રગિયા, નીરવભાઈ ઉટડીયા સહિતના ઉપલેટા પોલીસ સ્ટેશનના જોડાયા હતા.

(11:50 am IST)