Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ગ્રામજનો સહીયારા પ્રયાસોથી ઈશ્વરીયા ગામને આદર્શ ગામ બનાવે કલેકટરશ્રી અજયપ્રકાશ

રાત્રી સભામાં લાભાર્થીઓને વિધવા સહાય પત્ર અને પ્રેસર કુકર અર્પણ કરતા મહાનુભાવો

પ્રભાસ પાટણતા.૧૮: ગુજરાત સરકાર દ્રારા લોકોના સામુહિક પ્રશ્ર્નોના નિકાલ માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગ્રામજનોને કચેરી સુધી આવવુ ન પડે તે માટે આઈ.એ.એસ.કક્ષાના અધિકારીઓ સામેથી ચાલીને ગામની મુલાકાત લઈ તેઓના પ્રશ્ર્નોને વાચા આપવા માટે કાર્યશીલ છે. જેના ભાગરૂપે વેરાવળ તાલુકાના ઈશ્વરિયા ગામે કલેકટરશ્રી અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને રાત્રી સભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનોની મોટીસંખ્યામાં ઉપસ્થિતિ હોવાની સાથે અધિકારીશ્રીઓએ સામુહિક પ્રશ્ર્નો સાંભળી તેના નિકાલ માટેની ખાતરી આપી હતી.

આ રાત્રી સભામાં રામીબેન ચાવડાને વિધવા સહાય મંજુરી પત્ર,અત્યોદય કાર્ડના લાભાર્થી વાલીબેન ચાંડપા,વનીતાબેન વાધેલા,રાણીબેન રાઠોડ અને શાંતિબેન વાળાને મહાનુભાવોના હસ્તે પ્રેસર કુકર અર્પણ કરાયા હતા.

કલેકટરશ્રી અજયપ્રકાશે ગ્રામજનોનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે ઈશ્વરીયા ગામના સામુહિક પ્રશ્ર્નો સૌ પ્રથમ તાલુકાકક્ષાએ થી ત્યારબાદ પ્રાંતકક્ષાએથી ઉકેલવામાં આવશે. અને જિલ્લાકક્ષાના પ્રશ્ર્નો કલેકટર કક્ષાએથી વહેલી તકે નિકાલ કરવામાં આવશે. ઉપરાંત રાજયકક્ષાએ સલગ્ન પ્રશ્ર્નોની ઉચ્ચકક્ષાએ મોકલી આપવામાં આવશે. ગ્રામજનોના સામુહિક પ્રશ્ર્નો પ્રથમ અગ્રતા આપી તેના નિકાલ માટે સબંધિત ખાતાના અધિકારીઓને સુચનાઓ આપી પ્રયાસો હાથ ધરવા ઉપરાંત ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી ઈશ્રરી ગામને આદર્શ ગામ બનાવવા માટે લોકોએ સહભાગી થવું જોઈએ.

મામલતદારશ્રી દેવકુમાર આંબલીયાએ કહ્યું હતું કેસરકારશ્રીની મોટાભાગની યોજનાનો લાભ લેવા માટે આધારકાર્ડ અને બેન્ક ખાતુ ખોલાવેલું હોવું ફરજીયાત છે. તાલુકા વિકાસ અધિકારીશ્રી ટી.બી.ઠકકરે લોકોને સ્વચ્છતાનો હંમેશા આગ્રહ રાખી ખુલ્લામા શૌચ મુકત અને પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા માટે જણાવ્યુ હતું. તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ચૌધરીએ આરોગ્યલક્ષી અને ડો.સોલંકીએ પશુપાલન ખાતાની વિવિધ યોજનાની જાણકારી આપી હતી.

તાલુકા પંચાયતના સદસ્યશ્રી નરેન્દ્રસિંહ પરમારે લેખિતમા સામુહિક પ્રશ્ર્નો જેવા કેસવની અને ઈશ્વરીયા વચ્ચેનો કોઝવે ઉંચો બનાવવો,જૂની પ્રાથમિક શાળાને ડિમોલેશન કરી નવી બનાવવી,ઙ્ગઆંબેડકર ભવન બનાવવું,આંગણવાડીના મેદાનમાં પેવર બ્લોક મુકાવવા,ઈન્દ્રોઈ૪

,મંડોર૪પંડવા,કેનાલને જોડતો અને વાડી વિસ્તારને જોડતા જુદા-જુદા રોડ બનાવવા,પંચાયત કચેરીનું રિપેરીંગ કરવુ,૬૬ કે.વી.માંથી વીજ પુરવઠો પુરો પાડવો સહિતના પ્રશ્ર્નો રજુ કર્યા હતા.

આ પ્રસંગે નાયબ કલેકટરશ્રી નીતીન સાંગવાન,સરપંચશ્રી વનરાજભાઈ ડોડીયા તેમજ સબંધિત ખાતા અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા. કાર્યક્રમનું સંચાલન તલાટી મંત્રીશ્રી એસ.એમ.રાવ અને આભારવિધી નરેન્દ્રસિંહ પરમારે કરી હતી.

પ્રતિભાશાળી વિધાર્થીની સુનિધિનું બહુમાન કરાયું હતું

ઈશ્વરીયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિધાર્થીની સુનિધિ અજાભાઈ પરમારે વર્ષ ૨૦૧૮-૧૯માં ઉત્કૃષ્ટ અને વિશેષ પ્રયાસો થકી ધોરણ-૬ માં મુખ્ય વિષયોમાં સત્રાંત અને વાર્ષિક બંન્ને પરીક્ષામાં ૭૫ ટકા કરતા વધારે ગુણ પ્રાપ્ત કરીને ગુજરાતના પ્રતિભાશાળી વિધાર્થી તરીકે સન્માન પ્રાપ્ત કરેલ છે. જેથી કલેકટરશ્રીના હસ્તે વિધાર્થીની સુનિધિને પ્રમાણપત્ર અર્પણ કરી બહુમાન કરાયું હતું.

પ્રભાસ-પાટણ ખાતે તા. ૨૩મીએ  નેટબોલ સ્પર્ધાનો

પ્રભાસ પાટણ શાળાકીય અંડર-૧૯ નેટબોલ ભાઈઓ/બહેનો માટેની સ્પર્ધાનો તા.૨૩-૧૦-૨૦૧૯ના રોજ સેન્ટ મેરી હાઈસ્કુલ પ્રભાસ-પાટણ ખાતે પ્રારંભ થનાર છે. આ સ્પર્ધાનું સમાપન તા.૨૫-૧૦-૨૦૧૯ના રોજ થનાર છે. આ સ્પર્ધા માટેની એન્ટ્રી તા.૨૦-૧૦-૨૦૧૯ સુધીમાં પર મોકલી આપવા તમામ ટીમ મેનેજરશ્રી તથા ખેલાડીઓને જાણ કરવામાં આવી છે. તેમ જિલ્લા રમતગમત અધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

(11:48 am IST)