Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રીના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરે તે પહેલા કોંગ્રેસ પ્રમુખ સહિત ૧૦ની અટકાયત

 સુરેન્દ્રનગર તા. ૧૮: સુરેન્દ્રનગર માં અનેક રોડ રસ્તા ના અને પ્રાથમિક સુવિધાઓ ના કામો અને પડતર કામો અને નગરપાલીકા ની નબળી કામગીરી ના કારણે સુરેન્દ્રનગર કૉંગી કાર્યકરો દવારા આજે અવરનાર મુખ્યમંત્રી શ્રી વીજયભાઇ રૂપાણી ના વિરોધ કરવા જતાં પહેલાં અટકાયત કરવા માં આવી છે.ત્યારે આજે કૉંગી પ્રમુખ મનુભાઈ અને કમલેશ ભાઈ અને ૧૦ થી વધુ કાર્યકરો ની અટકાયત કરવા માં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે મુખ્યમંત્રી વિવિધ પ્રકાર ના લોકાર્પણ કરવા જઈ રહા છે.ત્યારે નગરપાલીકા ની નબળી કામગીરી અને અનેક સમસ્યાઓ સાથે આજે કૉંગી સભ્યો દવારા વિરોધ કરવા માં આવ્યો છે.

ત્યારે આજે પોલીસ દવારા આ વિરોધ પ્રદર્શન કરવા જતાં પહેલાં જ પોલીસ દ્વારા કૉંગી કાર્યકરો ની અટકાયત કરવા માં આવી છે.ત્યારે આ બાબતે પોલીસ દવારા અટકાયત કરવા માં આવેલ કૉંગી સભ્યો ને મુખ્યમંત્રી જાય ત્યારે બાદ પોતાની સારી કામગીરી દરસવા માટે કાગળ પર દેખાડવા માં આવ્યા હતા.

(11:38 am IST)
  • બિહારમાં નિતિશ કુમારની આગેવાનીમાં જ ભાજપ લડશેઃ અમિતભાઇ : ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્પષ્ટ કહ્યું છે કે બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ ભારતીય જનતા પક્ષ અને જનતાદળ યુ પક્ષ સાથે મળીને મુખ્યમંત્રી નીતીશકુમારની નેતાગીરી હેઠળ જ લડશે. access_time 11:29 am IST

  • તા.૨૦ થી ૨૩ માવઠુ થશે : ખેડૂતો સાવચેત રહે : આ મહિનાના અંતમાં પણ વાતાવરણ અસ્થિર બનશે! : વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે કે અરબી સમુદ્રમાં અપરએર સાયકલોનીક સરકયુલેશનની અસરથી તા.૨૦ થી ૨૩ (રવિથી બુધ) વાતાવરણ અસ્થિર બનશે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શકયતા છે. દરમિયાન હાલના અનુમાન મુજબ આ મહિનાના અંતમાં એક મજબૂત સિસ્ટમ્સની અસર તળે રાજયના ઓછા વધુ વિસ્તારમાં માવઠાની સંભાવના છે access_time 1:26 pm IST

  • પાકિસ્તાનને FATF થી નથી મળી રાહતઃ ર૭માંથી રર પોઇન્ટ પર ફેલ ગણાવતા તેને પ્રગતિ કરવા જણાવ્યું જલ્દી કરો નહિતર બ્લેક લિસ્ટમાં સ્થાન નકકી છે. access_time 3:54 pm IST