Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

પૂર્વ કચ્છના ત્રણ પોલીસ સ્ટેશનોએ ત્રણ સ્થળોએ દરોડા પાડી એક જ બુટલેગરનો ૩૦ લાખનો દારૂ ઝડપ્યો- આરોપી બધા છનનનન..

પાસામાંથી છૂટેલા બુટલેગર હરિસિંહ વાઘેલાનો દારૂનો કારોબાર બરકરાર, આઈજી સુભાષ ત્રિવેદીની કડકાઈને પગલે પૂર્વ કચ્છ પોલીસ થઈ દોડતી

ભુજ,તા.૧૮: પૂર્વ કચ્છના પોલીસ સ્ટેશનો એપાડેલા ત્રણ અલગ અલગ દરોડામાં પાસામાંથી છૂટેલા બુલેગર હરિસિંહ જોરુભા વાદ્યેલાનો ત્રણ સ્થળોએથી ૩૦ લાખનો વિદેશી બનાવટનો દારૂ ઝડપાયો હતો. જોકે, ત્રણ પોલીસ સ્ટાફની ની અસરકારક કામગીરી છતાંયે ત્રણેય સ્થળોએથી મુદામાલ ઝડપાયો પણ આરોપીઓ ત્રણેય પોલીસ ટીમોને ચકમો આપીને છનનન.. થઈ ગયા હતા.

આડેસર પોલીસે કિડીયાનગર ગામના અવાવરું મકાન ઉપર દરોડો પાડીને ૧૦,૭૩,૧૦૦ રૂ.નો દારૂ ઝડપ્યો હતો. પરંતુ આડેસર પોલીસને કુખ્યાત બુટલેગર એવા હરિસિંહ વાઘેલા અને તેનો ભાઈ સમરથસિંહ જોરુભા વાદ્યેલા હાથમાં આવ્યા નહોતા. બીજો દરોડો પૂર્વ કચ્છ એલસીબીની ટીમે પાડ્યો હતો. જેમાં પૂર્વ બાતમીના આધારે ત્રકુંબા વાંઢ ની એક અવાવરું ઓરડીમાં હરિસિંહ જોરુભા વાઘેલા, તેનો ભાઈ સમરથસિંહ, રમેશ ઝીણા વેલા દારૂ ઉતારી રહ્યા હોવાની માહિતી મળતાં એલસીબી ટીમ ત્યાં પહોંચી હતી. પણ, પોલીસને આરોપીઓ હાથ આવ્યા નહોતા

જોકે, અવાવરું ઓરડીમાંથી અને જીપમાંથી ૮,૮૨,૬૦૦ રૂ. નો દારૂ જપ્ત કર્યો હતો. ત્રીજો દરોડો સ્થાનિક પોલીસે પદમપર સીમમાં પાડ્યો હતો જેમાં પોલીસે ૧૦,૮૯,૧૨૦ રૂ. નો દારૂ જપ્ત કર્યો હતો. અહીં આરોપીઓ હરિસિંહ વાઘેલા, તેના ભાઈ સમરથસિંહ, ઉપરાંત જહા જોગા ભરવાડ, રમેશ વેલાએ દારૂ ઉતાર્યો હતો. આમ, ત્રણ દરોડામાં પોલીસે ૧૦,૭૩,૧૦૦/ ૮,૮૨,૬૦૦/ ૧૦,૮૯,૧૨૦ એમ કુલ ૩૦ લાખ રૂપિયાનો દારૂ એકજ બુટલેગરનો ઝડપ્યો હતો, પણ આરોપીઓ ઝડપાયા નહોતા. કચ્છ રેન્જ આઈજી તરીકે બાહોશ પોલીસ અધિકારી સુભાષ ત્રિવેદીની નિયુકિત પછી પૂર્વ કચ્છ પોલીસ દોડતી થઈ ગઈ છે.

(10:53 am IST)