Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ત્રણ જજની બદલી

 

મોરબી ; તાજેતરમાં રાજ્યમાં વિવિધ જીલ્લામાં ફરજ બજાવતા જજોની બદલીના આદેશ આપવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લામાં ફરજ બજાવતા  ત્રણ જજની બદલી કરવામાં આવી છે જેમાં એડીશનલ સિવિલ જજ એન્ડ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ મોરબી શૈલેષ પુંજાણીની બદલી પ્રિન્સીપાલ સિવિલ જજ એન્ડ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ટંકારા ખાતે બદલી કરવામાં આવી છે

   તે ઉપરાંત nd (ad-hoc) એડીશનલ સિવિલ જજ એન્ડ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ મોરબીના હાર્દિકકુમાર મધુસુદનભાઈ વૈષ્ણવની બદલી (ad-hoc) એડીશનલ સિવિલ જજ એન્ડ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ મોરબી ખાતે બદલી કરવામાં આવી છે જયારે મોરબી પ્રિન્સીપાલ સિવિલ જજ એન્ડ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ટંકારા જીલ્લો મોરબીના ભારતી ગોવિંદભાઈ રાઠોડની બદલી બાયડ ખાતે કરવામાં આવી છે એડીશનલ સીનીયર સિવિલ જજ એન્ડ એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ બાયડ ખાતે બદલી કરાઈ છે

(12:16 am IST)