Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

મોરબીની સિરામિક ફેક્ટરી સાથે ૧૦ લાખની છેતરપીંડી કરનાર આરોપી આમીન ત્રણ વર્ષે મેંગ્લોરથી ઝડપાયો

મોરબી એલસીબી ટીમે મેંગલોર (કર્ણાટક) ખાતેથી છેતરપીંડીના આરોપીને ઝડપ્યો

 

મોરબી તાલુકા પોલીસ મથકમાં છેતરપીંડીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ત્રણ વર્ષથી નાસતો ફરતો હોય જેને એલસીબી ટીમે ઝડપી લીધો છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી રાજ્ય અને રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીને ઝડપી લેવાની ઝુંબેશ અનુલક્ષીને મોરબી એલસીબી ટીમે મેંગલોર (કર્ણાટક) ખાતેથી છેતરપીંડીના આરોપીને ઝડપ્યો છે

 મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદી રવિભાઈ જીવરાજભાઈ અમૃતિયાએ ફરિયાદ નોંધાવી હતી કે તા. ૧૬-૦૨-૧૫ થી ૦૨-૦૩-૧૫ દરમિયાન સોનેક્ષ ટાઈલ્સ પ્રા.લી. ફેક્ટરીમાંથી કુલ બોક્ષ નંગ ૩૬૭૫ કીમત રૂ ૧૦,૧૫,૬૦૩ નો ખરીદી નાણા નહિ આપી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં અગાઉ એક આરોપીને ઝડપી લીધો હતો અને અન્ય આરોપી નાસતા ફરતા હોય અને ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી અમીન ઉર્ફે આમીન શાહબુદીન ખોજા રહે મેંગલોર (કર્ણાટક) ખાતે હોવાની બાતમીને આધારે એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમના વિક્રમસિંહ બોરાણા, ચંદ્રકાંતભાઈ વામજા, કૌશિક મારવાણીયાની ટીમે મેંગલોરથી આરોપીને દ્ઝ્પી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(12:10 am IST)