Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

કાલે બિલખામાં પૂ.ગોપાલાનંદજી મહારાજનો ભંડારોઃ ર૧ ગામ ધુવાડા બંધ

આજે રાત્રીના સંતવાણીઃ સંતો -મહંતો ઉમટશેઃ પ૦ હજારથી વધુ ભાવિકો પ્રસાદ લેશે

જુનાગઢ તા. ૧૮ : તાજેતરમાં દિવંગત થયેલ સાધુ સમાજના દેશના વરિષ્ટ સંતોમાના એક ગોપાલાનંદજી મહારાજનો આવતી કાલે શુક્રવારના રોજ યોજાનાર ભંડારામાં ગુજરાત શાખાના તથા ભારતના ગિરનાર મંડળના તમામ સાધુ-સંત મળી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છ.ે

તેમજ બિલખા અને આજુબાજુ ર૧ જેટલા ગામોના પ૦ હજારથી વધુ ભાવિકો સેવકો હાજર રહેશે ત્યારે આ મહોત્સવને કાર્યક્રમને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આ સમગ્ર કાર્યક્રમ પાંજરાપોળ (ગૌશાળા) પંચદેવ વિદ્યાર્થી ભુવન સામે બિલખા ખાતે યોજાનાર છે.

જેમાં આજે રાત્રે ૯ કલાકે સંતવાણીના કાર્યક્રમમાં બિરજુ બારોટ સહિત નામી અનામી કલાકારો સંતવાણીના સુરો સાથે પુ.ગોપાલાનંદજી બાપુને સ્વરાંજલી અર્પશે અને આગામી સમયમાં વધુ એક ભંડારો કુંભ મેળામાં પ્રયાગરાજ ખાતે યોજાશે જેમાં ભારતભરના સાધુ-સંતો ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમને લઇને બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપરડા અને અગ્નિ અખાડાના સભાપતિ પુ. મુકતાનંદજી મહારાજ અને કાલિ મંદિર (હરિદ્વારા) અગ્નિ અખાડાના મહામંડલેશ્વર પુ. કૈલાશાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારી થઇ રહી છે  આ કાર્યક્રમમાં જાહેર જનતાને ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(4:01 pm IST)