Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

રાતૈયામાં મોંઘવારીના રાક્ષસનું દહન કરે એ પહેલા લોધીકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત ૧૪ની અટકાયત

મયુરસિંહ જાડેજાની આગેવાનીમાં મોંઘવારી, કોમવાદ, બેરોજગારી, ખેડૂતના પ્રશ્નો, મોંઘુ શિક્ષણ, ગુનાખોરી, ભ્રષ્ટાચાર, વિજળી-પાણી માટે હાલાકી, આરોગ્ય સુવિધાનો અભાવ અને મહિલાઓની અસલામતિ જેવા ૧૦ માથારૂપી રાક્ષસનું દહન કરવાનું હતું

રાજકોટઃ લોધીકાના રાતૈયામાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજીત જુદા-જુદા ૧૦ સમસ્યારૂપી માથા ધરાવતાં ભાજપના રાવણ-રાક્ષસના પુતળાનું દહન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. લોધીકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મયુરધ્વજસિંહ જાડેજાની આગેવાનીમાં આ કાર્યક્રમમાં ગોવિંદભાઇ પરમાર (ન્યાય સમિતી ચેરમેન લોધીકા), મહેન્દ્રસિંહ જાડેજા (પાળ પીપળીયા), સંજયભાઇ સોજીત્રા (સભ્ય તા. પં.), શૈલેષ નંદાશીયા (તા.પં. સભ્ય-ચીભડ), મનસુખભાઇ (જેતાકુબા), શીવાભાઇ (મોટા વડા), મેઘજીભાઇ સાકરીયા (લોધીકા), જયદેવસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, ડાયાભાઇ કોઠા પીપળીયા, સુરેશભાઇ વેકરીયા, વિનુભાઇ અભેપર, જસાભાઇ અભેપર સહિતના સવારે રાતૈયામાં એકઠા થયા હતાં અને રાક્ષસનું દહન કરવા તજવીજ કરી હતી. પરંતુ એ પહેલા જ લોધીકા પોલીસ પહોંચી ગઇ હતી અને તમામની અટકાયત કરી પુતળુ કબ્જે કર્યુ હતું. મયુરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભાજપના સાડા ચાર વર્ષના સાશનમાં મોંઘવારી, કોમવાદ, બેરોજગારી, ખેડૂતના પ્રશ્નો, મોંઘુ શિક્ષણ, ગુનાખોરી, ભ્રષ્ટાચાર, વિજળી-પાણી માટે હાલાકી , આરોગ્ય સુવિધાનો અભાવ અને મહિલાઓની અસલામતિ જેવા ૧૦ માથારૂપી પ્રશ્નો ફાલ્યા-ફુલ્યા છે. ત્યારે આજે દશેરાને દિવસે આ દસેય સમશ્યા રૂપી ભાજપના રાવણ-રાક્ષસ રૂપી પુતળાનુંં દહન કરવાનું હતું. જો કે એ પહેલા પોલીસે તમામની અટકાયત કરી છે.

(3:59 pm IST)
  • મીટુ વિવાદ : એમ.જે. અકબરનું ૩૧મીએ નિવેદન લેવાશે : વધુ સુનાવણી તે જ દિવસેઃ એમ.જે. અકબર કોર્ટમાં હાજર ન રહ્યોઃ ગીતા લુથરા લડે છે તેમનો કેસ access_time 3:38 pm IST

  • જખૌ નજીકથી ભારતીય જળસીમામાંથી ત્રણ બોટ સાથે 18 માછીમારોનું અપહરણ :પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ બોટ પર ફાયરિંગ કરીને માછીમારોનું કર્યું અપહરણ :માછીમારોમાં ભારે રોષ access_time 11:43 pm IST

  • સુરતમાં હત્યાનો દોર યથાવત:જહાંગીરપૂરા વિસ્તારમાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ:રસીદ ઉર્ફે બાબુ નામના યુવકની થઈ હત્યા :જૂની અદાવતમાં યુવકને ઉતારી દીધું મોતના ઘાટ:મૃતક રસીદ માથે ભારે શખ્સ હોવાની વાત:જહાંગીરપૂરા પોલીસે અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી access_time 1:45 pm IST