Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

અમરેલી નજીક સ્વામીનારાયણના સંતોના ફોટા સ્ત્રી સાથે એડીટીંગ કરી અઢી કરોડની ખંડણી માંગી

સ્ત્રી સાથે ફોટા એડીટીંગ કરી સ્વામીનારાયણ સંપ્રદાયની બદનામી કરવા અમરેલીના બે શખ્સોએ ધમકી આપીઃ ચકચાર

અમરેલી તા.૧૮: અમરેલી નજીક સોમનાથ સ્વામીનારાયણ ગુરૂકુળના બે સંતોના અમરેલીના બે શખ્સોએ ફોટા મેળવી સ્ત્રી સાથે એડીટીંગ કરી બદનામ કરવાની ધમકી આપી અઢી કરોડની ખંડણી માંગ્યાની ફરિયાદ થતા ચકચાર જાગી છે.

આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, સોમનાથ સ્વામીનારાયણ ગુરૂકુળમાં સેવા પુજા કરતા સંત સ્વામી સુર્યપ્રકાશદાસજી ગુરૂ તથા સ્વામી હરી પ્રકાશ દાસજીના ફોટા અમરેલીના ચક્કરગઢ રોડ પર રહેતા બિપીન બોઘરા ઉર્ફે ભુરો તથા પ્રતાપ કાદાડીયા રે. રંગપુર મેળવી કોઇ સ્ત્રી એડીટીંગ કરી લાઠી રોડ રેલ્વે ફાટક પાસે બોલાવી બિપીને તથા પ્રતાપે વાયરલ કરવાની ધમકી આપી સ્વામીનારાયણ સંપ્રદાયને બદનામ કરવાની ધમકી આપી સાઇઠ લાખ તથા સ્વામી ભકિત પ્રકાશ દાસજી પાસે ખંડણી પેટે બે કરોડ મળી કુલ બે કરોડ અઢી લાખની ખંડણી માંગ્યાની ફરિયાદ અમરેલી પોલીસમાં થવા પામી હતી.

આ બનાવની સ્વામીનારાયણ સંપ્રદાયમાં લાખો હરિભકતોમાં સ્ત્રી સાથેના ફોટા એડીટીંગ થયેલા છે કે સાચા છેે તે જાણવા તરેહ તરેહની ચર્ચા જાગી છે.

(3:36 pm IST)