Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

લોધીકામાં છઠ્ઠા નોરતી ગરબી મંડળો દ્વારા રાસ ગરબાની રમઝટ

લોધીકા : શહેરમાં ગરબી મંડળો દ્વારા આદ્યશકિતની આરાધનાના પર્વ નવરાત્રીની ભકિતભાવ પૂર્વક ઉજવણી થઇ રહેલ છે. અર્વાચીનના માહોલ વચ્ચે પણ અહી પ્રાચીન ગરબાઓના સથવારે માં શકિતની ઉપાસના થઇ રહેલ છે. અહી યોજાતી ભવાની ગરબી, રાંદલ ગરબી, ચામુંડા ગરબી, નવદુર્ગા ગરબી, ખોડીયાર ગરબી, ગાયત્રી ગરબી, ગોકુલ ગરબી મંડળમાં આદ્યશકિતની આરાધના કરવાનો ઉમંગ જોવા મળી રહેલ છે. દરેક ગરબી મંડળના ચોકમાં શણગાર સજાવટથી શોભી રહેલ છે. માં શકિત સ્વરૂપ નાની નાની બાળાઓ પણ વિવિધ ગરબાઓમાં હીંચ, બેડા વગેરે રાસના સથવારે લીન થઇ જાય છે. લોધીકાના કુંવરી સ્વ.ચંદ્રાબા જાડેજા રચીત ગરબી, માં કચ્છ ભૂજમાં તારા બેસણા મા આશાપુરા લોધીકા શેરને ચાર ચોટા નગર અલબેલા વગેરે ગરબાઓ આકર્ષણ જમાવે છે. અહી સાંગણવા રોડ ઉપર બાલા હનુમાન મંદિરના પટાંગણમાં યોજાતી ગાયત્રી ગરબી મંડળ દ્વારા અનન્ય લાઇટ ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ તેમજ પ્રાચીન ગરબાઓને સથવારે ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. આ ગરબી મંડળમાં પ્રાચીન ગરબાઓમાં ગાયક વૃંદ ઇકબાલભાઇ જુણેજા, પરેશભાઇ, રવિ ગોસ્વામી તેમજ આયોજક ભાવેશ વાગડીયા, મયુર મિયાત્રા, કૈલાશ બવ તેમજ ગૃપ જહેમત ઉઠાવે છે. (તસ્વીર - અહેવાલ : સલીમ વલોરા, લોધીકા)

(12:06 pm IST)
  • હાર્દિક રાત્રે રાજકોટમાં : હાર્દિક પટેલ આજે રાત્રે ૯ વાગે રાજકોટ આવી રહયા છે. તેઓ કલબ યુવી, સંસ્કૃતિ (નાનામૌવા) અને ઉપલાકાંઠે આવેલ. ગરબીમાં જનાર હોવાનુ જાણવા મળે છે access_time 3:59 pm IST

  • મહેસાણા :શક્તિપીઠ બહુચરાજીમાં સવારી નીકળી:બહુચરાજીમાં પરંપરાગત માતાજીની સવારી નીકળી:નિજ મંદિરમાં શાસ્ત્રોક્ત પૂજા અર્ચના કરવામાં આવી:ગાયકવાડ વખતની પરંપરા મુજબ પૂજા-અર્ચના કરાઈ:શાહીઠાઠમાં માતાજીની સવારીની પૂજા અર્ચના :પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું access_time 1:45 pm IST

  • વાડીનારના ભરાણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ :યુવાનની હત્યા ;પોલીસ ઘટના સ્થળે પહોંચી :ગામમાં ભારેલો અગ્નિ : access_time 8:34 pm IST