Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

શીષક ગામની ખેડૂત પુત્રીને મેડિકલ કોલેજમાં એડમીશન નહી મળતા મુખ્યમંત્રીને પત્ર લખ્યો

કોટડાસાંગાણી તા. ૧૮ : કોટડાસાંગાણી તાલુકાના શીષક ગામની ખેડુત પુત્રીને ધોરણ બારમા ૯૩ પી આર હોવા છતા મેડીકલ કોલેજમા એડમીશન ન મળતા મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાની હૈયા વરાળ ઠાલવી છે. એક તરફ ઓછા વરસાદથી કોટડાસાંગાણી તાલુકામા દુષ્કાળ જેવી સ્થિતી સર્જાઈ છે. ખેડૂતોની સાથે તેમના પરિવારની પણ સ્થિતિ કફોડી બની છે ત્યારે તાલુકાના શિશક ગામના ખેડૂતની ઓગણીસ વર્ષીય પુત્રી  ભુમી બાવનજીભાઈ સગપરીયાને ધોરણ બારમા ૯૩ પી આર હોવા છતા એડમીશન નહી મળતા મુખ્યમંત્રીને પત્ર લખીને  મેડીકલ કોલેજમાં એડમિશન મળે તે માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવે તે માટે જાણ કરાઇ છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે તેમના પિતા બાવનજીભાઈ  ખેડૂત હોઈ અને આર્થિક રીતે ખેતી સીવાય અન્ય જગ્યાએથી કોઈ આવક ન હોય જેના કારણે મુશ્કેલી વેઠવી પડે છે તેમા પણ આ વર્ષે ઘરનું ગુજરાત ચલાવવું મુશ્કેલ બન્યું છે. ભુમીએ મેડિકલ કોલેજમા એડમીશન મેળવવા ઓનલાઈન ફોર્મભરી બે વખત ચોઈસ ફિલીંગ કરેલ છે છતા પણ કોઈ મેડીકલ કોલેજમા એડમીશન મળેલ નથી. મારીપણ ભ્રુણ હત્યા થઈ હોત તો સારૂ હોત હાલ અભ્યાસની ઈચ્છા હોવા છતા એડમીશન ન મળવાને કારણ થતી સમસ્યા ને જોવાનો વારો ન આવેત આ દેશની નારી દ્રશ્ટાંત એવા કલ્પના ચાવલા અને સુનીતા વીલીયમ્સની જેમ પોતેપણ ઉડાન ભરવા માંગ છે. એક તરફ સરકાર બેટી પઢાવોના સ્લોગન આપી ને દિકરોને ભણાવવાની વાલીઓ સમક્ષ જાહેરાતો કરે છે પરંતુ આ દિકરીની સમસ્યા સાંભળવા કોઈ તૈયાર ન થતા આગામી દિવસોમા એડમીશન નહી મળેતો પોતાનો મૃતદેહ સ્વીકારવાની તૈયારી રાખવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.(૨૧.૧૪)

(11:56 am IST)
  • મહેસાણા :શક્તિપીઠ બહુચરાજીમાં સવારી નીકળી:બહુચરાજીમાં પરંપરાગત માતાજીની સવારી નીકળી:નિજ મંદિરમાં શાસ્ત્રોક્ત પૂજા અર્ચના કરવામાં આવી:ગાયકવાડ વખતની પરંપરા મુજબ પૂજા-અર્ચના કરાઈ:શાહીઠાઠમાં માતાજીની સવારીની પૂજા અર્ચના :પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું access_time 1:45 pm IST

  • વાડીનારના ભરાણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ :યુવાનની હત્યા ;પોલીસ ઘટના સ્થળે પહોંચી :ગામમાં ભારેલો અગ્નિ : access_time 8:34 pm IST

  • છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને બીએસપી ગઠબંધને 13 ઉમેદવારો જાહેર કર્યા :ગઠબંધન મુજબ જનતા કોંગ્રેસ છત્તીસગઢ 55 સીટો પર અને બીએસપી 35 બેઠકો પર ચૂંટણી લડશે:સીપીઆઇ પણ માયાવતી અને અજિત જોગીના ગઠબંધનમાં જોડાશે ;બે બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવશે access_time 1:25 am IST