Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

અકસ્માતમાં સીમાસીના સૈયદ યુવાનનું મૃત્યુ

કોડીનાર, તા. ૧૮: ગીરગઢડા તાલુકાના સીમાસી ગામે રહેતા સૈયદ મહમદ રઉફ અજગરઅલી સીરાજી (ઉ.વ. ર૦) મોટર સાઇકલ નં.જી.જે. ૧૧એમએમ ૩૧૦ લઇને કોડીનારથી સીમાસી ગામે જઇ રહ્યા હતા ત્યારે કોડીનાર નજીક ઉના હાઇવે ઉપર ઉના-વેરાળ બાયપાસ પાસે ખોડીયાર મંદિર નજીક સામેથી આવતી ફોર વહીલ નં.જીજે-૦૧-૮પ૬રના ચાલકે પુરઝડપે ગાડી ચલાવી મહમદ રઉકની મોટર સાઇકલ સાથે ભટકાવી તેને અડફેટે લેતા મહમદ રઉફને માથાના ભાગે ગંભીર ઇજા થતા પ્રથમ કોડીનાર રા.ના.વાળા હોસ્પિટલમાં સારવારમાં ખસેડતા ત્યાં સારવાર દરમિયાન તેમનું કરૂણ મૃત્યુ નિપજતા મૃતદેહ સરકારી દવાખાને પી.એમ. માટે લાવતા અને આ ઘટનાની જાણ થતાં કોડીનાર મુસ્લિમ સમાજના જીશાનભાઇ નકવી દાદાબાપુ કાદરી વગેરે આગેવાનો દવાખાને દોડી આવ્યા હતાં. (૮.૭)

(11:56 am IST)