Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

રાજકોટ તાલુકાના ઉમરાળી ગોંડલના મોટા દડવા ગામના રસ્તાના કામનો પ્રારંભ

 કોટડા સાંગાણીઃ ગુજરાત રાજયની સ્થાપના થયા પછી પ્રથમ વખત રાજયમાં નોન -પ્લાન રસ્તા ઓને રાજય ના મુખ્યમંત્રી શ્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર કરવા ગત બજેટ મા જોગવાઈ કરવામા આવેલ હતી જેના અનુસંધાને રાજકોટ તાલુકા ના ઉમરાળી અને ગોંડલ તાલુકાના મોટા દડવા બંને ગામ અને તાલુકાને જોડતો મુખ્ય રસ્તાનુ ડામર કામનુ ખાત મુહૂર્ત ઉમરાળી ગામે કરવામાં આવેલ આ ખાત મુહૂર્ત ઉમરાળી ગામના માજી સરપંચ અને આહીર સમાજના આગેવાન પ્રભાતભાઈ ચાવડા તથા જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા તથા ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા ના વરદ હસ્તે કરવામા આવેલ.  આ તકે ઉમરાળી ગામના આગેવાનો ગ્રામજનો તથા પુર્વ ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા ઉમરાળી ગામના સરપંચ શ્રી સુરેશભાઈ જળુ તાલુકા ભાજપ ઉપપ્રમુખ મનુભાઈ ચાવડા તાલુકા પંચાયત ના કારોબારી ના અધ્યક્ષ મેરામભાઇ જળુ મોટા દડવાના સરપંચશ્રી ભુપતભાઇ હલેન્ડા ના સરપંચ શ્રી વનરાજભાઈ ગરૈયા તથા જીલ્લા ભાજપના આગેવાન મનુભાઈ લાવડીયા તથા ઉમરાળી ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ મનુભાઈ ડવ મયુરભાઇ ડવ ભરતભાઈ ચાવડા તેજાભાઇ જળુ મયુરભાઇ વી ડવ સુરેશભાઈ કુવાડીયા સહિત ગામના લોકો ખૂબ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.  કાર્યક્રમને સફળ બનાવવા માટે હિતેષ પ્રભાતભાઈ ચાવડા, એ જહેમત ઉઠાવીહતી.

(11:55 am IST)