Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

દેવભૂમિ દ્વારકા : ધો. ૬ અને ૯ના વિદ્યાર્થીઓ બાલાચડી શાળામાં પ્રવેશ

દેવભૂમિ દ્વારકા તા. ૧૮ : સૈનિક સ્કુલ બાલાચડી, જામનગર અંગ્રેજી માધ્યમના છોકરાઓ માટેની આવાસી શાળામાં ધોરણ- ૬ અને ૯માં વર્ષ ૨૦૧૯-૨૦માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન અરજી તા. ૮ થી તા. ૨૬ નવે. સુધી કરવામાં આવનાર છે. ભારતની તમામ સૈનિક સ્કુલમાં એન્ટ્રન્સ એકઝામ લેવાની તા. ૬ જાન્યુઆરી છે.

આ બાબતમાં વધુ જાણકારી મેળવવા માટે સૈનિક સ્કુલ બાલાચડીનો ફોન નં. ૦૨૯૩ – ૨૪૬૨૨૬, ૨૬૬૨૨૯, મોબાઇલ નં. ૯૪૨૮૮૧૭૦૦૪, ૮૬૯૦૫૫૭૨૧૬ તથા ઇ-મેઇલ એડ્રેસ www.ssbalachadi.org તથા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, લાલ બંગલો, જામનગરના ફોન નં. ૦૨૮૮ – ૨૫૫૮૩૧૧ પર સંપર્ક કરવો.(૨૧.૩)

(11:53 am IST)