Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

ભાવનગરમાં સવા લાખની ઘરફોડી

ભાવનગર, તા. ૧૮ : શહેરના વિજપરાજ નગર વિસ્તારમાં પ્લોટ નં.-પપ૬/એમાં રહેતા હીનાબેન શૈલેષભાઇ હરીયાણી તેના પરિવાર સાથે બહારગામ ગયા હતાં ત્યારે બંધ મકાનમાં ત્રાટકી તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશી તિજોરીમાંથી રોકડા રૂ. ૩પ હજાર અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ રૂ. ૧રપપ૦૦ની મતાની ચોરી કરી નાસી છૂટયા હતા બનાવની જાણ થતાં જ ડી-ડીવીઝન પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. (૮.૭)

(11:52 am IST)