Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

ગોંડલમાં પત્નીએ પતિને દસ્તો ઝીંકયો

પુત્ર મોબાઇલમાં ગેમ રમતો હોય પતિએ ઠપકો આપતા સારૂ ન લાગતા પત્નીએ સુતેલા પતિના માથામાં દસ્તો માર્યો

રાજકોટ, તા. ૧૮ : ગોંડલમાં પુત્ર મોબાઇલમાં ગેમ રમતો હોય પતિએ પત્નીને ઠપકો આપતા ઉશ્કેરાયેલ પત્નીએ સૂતેલા પતિના માથામાં દસ્તાનો ઘા ઝીંકી દીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ અજમેરાનગર આશાપુરા ચોકડી પાસે રહેતા વનરાજસિંહ બટુકસિંહ વાઘેલાએ તેના પત્ની રક્ષાબા ઉર્ફે હેતલબા સાથે ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીનો પુત્ર દક્ષરાજ મોબાઇલમાં ગેઇમ રમતો હોય તેની માતા રક્ષાબાએ ઉશ્કેરાઇ જઇ પુત્ર દક્ષરાજને કુકરનું ઢાંકણુ મારેલ હોય જેથી ફરીયાદીએ ઠપકો આપતા પત્ની રક્ષાબાને સારૂ ન લાગતા ફરીયાદી સુતા હોય ત્યારે માથાના ભાગે જમણા કાન પર દસ્તાનો ઘા ઝીંકી દઇ ઇજા કરી હતી.

આ ફરીયાદ અન્યયે ગોંડલ પોલીસે રક્ષાબા સામે આઇપીસી ૩રપ, ૩ર૬ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.(૮.૧૦)

(11:49 am IST)