Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

ઉપલેટાની સ્કુલમાં બોમ્બ મોકલ્યો કોણે? રહસ્ય અકબંધ

આંગડીયા પેઢી તથા વિસ્ફોટક જથ્થો વેચનાર વેપારીઓને ત્યાં તપાસઃ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સ્કુલના સંચાલકને અગાઉ ડખ્ખો થયો હતો કે કેમ? તે અંગે પણ છાન્નભિન્નઃ આઇજી, એસપી, એફએસએલ ટીમનાં ધાડેધાડાઃ તપાસનો ધમધમાટઃ સ્કુલના ટ્રસ્ટીની ફરીયાદ પરથી ઉપલેટા પોલીસે અજાણ્યા શખ્સ સામે પૂર્વયોજીત કાવત્રુ રચી હત્યાની કોશિષ સહિતની કલમો તળે ગુન્હો દાખલ કર્યો

ઉપલેટા : ક્રિષ્ના શૈક્ષણીક સંકુલમાં બોમ્બ આંગડીયા દ્વારા આવતા - જીલ્લાભરની પોલીસ એલર્ટની સ્થીતિમાં આવી ગયેલ છે જે સંસ્થામાં બોમ્બ આવ્યો તે શૈક્ષણીક સંસ્થા ક્રિષ્ના સ્કુલ સ્થળની મુલાકાતે આવેલ (આઇજી) સુભાષ ચૌહાણ, એસ.પી. મીણા, પોલીસ અધિકારીઓ તથા સંસ્થાના સંચાલક પ્રો. ડોબરીયા નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : જગદીશ રાઠોડ, કૃષ્ણકાંત ચોટાઇ, નિમેષ ચોટાઇ, ભોલુ રાઠોડ -ઉપલેટા)

ઉપલેટા તા.૧૮: અહિંના પોરબંદર રોડ ઉપર જલારામ મંદિર પાસે આવેલ ક્રિષ્ના સ્કૂલમાં મંગળવારે કુરીયરમાં આવેલ પાર્સલને શંકાસ્પદ જણાતા સ્કૂલ સંચાલક વલ્લભભાઇ રત્નાભાઇ ડોબરીયાએ પોલીસને જાણ કરતા પોલીસે પાર્સલ ખોલતા તેમા બોંબ હોય તેથી તાત્કાલીક રાજકોટથી બોંબ સ્કવોડને બોલાવી બોંબને ડીસ્ફયુઝ નાખેલ ત્યારબાદ વધુ તપાસ માટે રાજકોટથી ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમ બોલાવી સધન તપાસ હાથ ધરેલ છે.

મંગળવારે રાત્રીના મળી આવેલા આ બોંબ કોણે મોકલ્યો? તે અંગે રહસ્ય સર્જાયું છે. અને પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં આંગડીયા પેઢી, વિસ્ફોટક જથ્થો વેચનાર વેપારીઓ ત્થા પૂર્વ વિદ્યાર્થીઓ સાથે ડખ્ખો થયો હતો કે કેમ ? તે દિશામાં તપાસ હાથ ધરી છે.

 પ્રાપ્ત માહિતિ મુજબ   ક્રિષ્ના શૈક્ષણિક સંસ્થામાં તારીખ ૧૨/૧૦/૨૦૧૮ શુકવારના બપોરના ૪ વાગ્યે કોઈ આંગડીયા વાળાએ આવીને પ્રો વલ્લભ ડોબરીયા ના નામનું પાર્સલ હોય તેમને ખોલવાનું કહેતા પ્રો ડોબરીયા કલાસમાં હોય તેઓએ આવીને પાર્સલ સ્વીકારેલ અને મોબાઇલ ફોનમાં ડિજિટલ સહિ કરી આપેલ હતી.ઙ્ગ

ત્યારબાદ પાર્સલ ઉપર રહેલ કવરમાં લખેલ હતું કે આ પાર્સલ તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થી એ મોકલેલ હતું જેમાં લખેલ હતું કે મને દિલ્હીમાં સારી પોસ્ટ મળી ગયેલ છે આ પાર્સલ માં એક ગણેશ મૂર્તિ અને એક ચેક આપને મોકલું છું. આ પાર્સલ રવિવારે સાંજના ૬-૧૦ કલાકે તમારા સમગ્ર પરિવાર સાથે મળીને ખોલજો અને તમારા પુત્રના હાથે ખોલાવજો આવો મેસેજ સાથે ના કવર માં હોય પ્રો ડોબરિયાએ પાર્સલ ઓફિસમાં રાખી દીધુ હતું.

ઙ્ગત્યારબાદ રવિવારના આ પાર્સલ બોમ્બ ખોલવાનો હતો પણ પ્રો ડોબરીયાના જણાવ્યા મુજબ તેઓ ભૂલી ગયા હતા અને સોમવારના સાંજે ધ્યાનમાં આવતા પાર્સલ હાથમાં લેતા તેમને શંકા જતા ઉપલેટા પોલીસને જાણ કરવામાં આવેલ હતી.ઙ્ગ

આ રીતે પાર્સલની જાણ થતાં ઉપલેટા પી.આઈ પલ્લાચાર્ય તથા પોલીસ સ્ટાફ ક્રિષ્ના શૈક્ષણિક સ્કૂલ ખાતે દોડી ગયેલ હતી અને પાર્સલ બોમ્બ જોતા શંકા જતા સંસ્થામાંથી દૂર પાર્સલ ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ જઈને સલામત જગ્યાએ રાખી દઈને આ પાર્સલ અંગે એસ પી ને જાણ કરી હતી.ઙ્ગ

આ બનાવની જાણ એસપી તથા આઈજીને થતા ગઈકાલે રાત્રે આર આર સેલ અને એલસીબીની ટીમે પણ સંસ્થામાં આવી હતી અને એફએસએલની ટીમ તથા જુનાગઢ બોમ્બ ડીફયુઝ કરી શકે તેવા નિષ્ણાતોની ટીમ બોલાવી હતી.ઙ્ગ

 બે દિવસ થયા આ કામગીરી પોલીસે છુપી રીતે કરતી હતી એટલું સિક્રેટ રાખેલ હતું કે પત્રકારોને પણ માહિતી આપતા કે જે જગ્યાએ પાર્સલ રાખેલ હતું ત્યાં જવા દેતા નહોતા

ગઈકાલે રાત્રે કોઈ સમયે એફ.એસ.એલ.ની ટીમ અને બોમ્બ સ્કોડે આવીને આ બોમ્બ નિષ્ક્રિય બનાવી નાખ્યો હતો.

આજે આ બનાવના સ્થળની મુલાકાત રેન્જ આઈ જી સુભાષ ચૌહાણ આવેલ હતા તેઓ માહિતી આપતા જણાવેલ હતું કે તારીખ ૧૨મી  આવેલ પાર્સલ બોમ્બ જ હતો જેમાં ૮ જીલેટીન ની સ્ટીક અને ૯ ફયુઝ હતા તથા ઇલેકટ્રોનિક સર્કિટ થી ફીટ કરેલ હતો અને પેકેટ માં રહેલ ચાપ દબાવતા જ વિસ્ફોટ થાય તેવો હતો

આ બોમ્બ પ્રો ડોબરીયા ના પરિવારને નુકસાન કરવા ખતમ કરવા મોકલવામાં આવેલ હતો પ્રો ડોબરીયા ને કોઈ દુશ્મન હોય તે તેઓ અંગેની માહિતી તારીખ ૧ર મીએ પાર્સલ આપ્યા બાદ ૪ દિવસ પછી પોલીસને જાણ કરવામાં મોડું કેમ થયું તે તથા અન્ય ઘણા બધા મુદ્દા ઉપર પોલીસ ચૂપકીથી તપાસ ચલાવી રહી છે જાણવા મળ્યા મુજબ પ્રો ડોબરીયાનું બેગ્રાઉન્ડ માં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.ઙ્ગ

ઙ્ગ ઙ્ગ ઙ્ગ આજ સુધીમાં આ બનાવમાં કોઈ સગડ પોલીસને મળ્યા નથી પોલીસે આજે ઉપલેટાના તમામ આંગડીયાવાળાને બોલાવી આ પાર્સલ કયા આંગડીયા મારફત અને કયાંથી આવેલ હતું તે અંગે જાણવા પ્રયત્નો કરેલ હતા.

ઙ્ગ ઉપલેટામાં આજે પાર્સલ બોમ્બનો બનાવ છે તેમાં જે સંસ્થાના સંચાલક પ્રો વલ્લભ ડોબરીયા ની સંસ્થા શ્રી શૈક્ષણિક સ્કૂલમાં સીસી ટીવી કેમેરા લગાડવામાં આવેલ ન હોવાથી પોલીસ પણ અવાચક બની ગઈ હતી.ઙ્ગ

ઙ્ગકારણકે સીસીટીવીના ફૂટેજ આ બનાવમાં મહત્વનો ભાગ ભજવે તેમ હોય સંસ્થામાં કેમેરા ન હોય પાર્સલ આપવા આવનાર નો ફોટો કે કુટેજ મેળવી શકાયા નહોતા આ બોમ્બઙ્ગ ને ડીફયુઝ થઈ ગયો પણ આ બોમ્બ ફાટ્યો હોત તો કેટલા વિદ્યાર્થીઓની જાન લેત કેટલું નુકસાન કરત ત્યારે છાશવારે પરિપત્રો અને હુંકમો કરતી સરકારના હુકમનો આ બનાવમાં અનાદર થયેલ સ્પષ્ટ દેખાય છે. ત્યારે દોષી કોણ સંસ્થાના સંચાલક અધિકારી  આઈજી આ બનાવો અંગે કહ્યું હતું આ બનાવમાં તારીખ ૧૨ મી પાર્સલ બોમ્બ ક્રિષ્ના શૈક્ષણિકઙ્ગ સ્કૂલમાં આવેલ હતો તે જુનાગઢ થી આવેલ બોમ્બ વિરોધી ટુકડીએ ડીફયુઝઙ્ગ કરી નાખેલ હતો.ઙ્ગ

ઙ્ગ બોમ્બ ફૂટ્યો મોટી જાનહાની થાત પણ બોમ્બ ફુટેલ નથી બોમ્બ ટાઈમ બોમ્બ નહોતી પણ જીલેટીન સટીન ફયુઝ અને ઇલેકટ્રોનિક સર્કિટથી બનાવેલ સ્વીચ વાળો બોમ્બ હતો પોલીસે તમામ પાસાંઓ જીણવટ ભયો અભ્યાસ કરીને તપાસ ચલાવી રહી છે આ બોમ્બ કયાંથી આવેલ તે હજી સુધી જાણી શકાયું નથી.

 શહેરના તમામ આંગડિયા પેઢી ધરાવતા લોકોને પોલીસે બોલાવીને તપાસ કરી હતી તારીખ ૧૨ ના રોજ ડીલેવરી આંગડિયાના ડીલેવરી રિપોર્ટ પણ ચેક કરેલ હતા જાણવા મળેલ માહિતી મુજબ આંગડીયા પેઢીના સંચાલકો કહે છે કે આ સ્કૂલ શહેરથી ઘણી દૂર છે જેથી આંગડીઓના નામે કોઈ ગુનેગાર આ પાર્સલ ડીલેવરી કરી ગયો હોય તેવું અમે માનીએ છીએ.

દરમિયાન ઉપલેટા પોલીસે સ્કુલના ટ્રસ્ટીક્રમ પ્રિન્સીપાલ વલ્લભભાઇ રત્નાભાઇ  ડોબરીયાની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સો સામે પુર્વયોજીત કાવત્રુ રચી બોમ્બ મોકલી  હત્યાના પ્રયાસ સબબ આઇપીસી ૩૦૭, ૧ર૦ (બી), તથા એકસપ્લોઝીન એકટની કલમ ૯ (બી) તથા ૪,પ,૬ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.  (પ-૧૬)

(11:49 am IST)