Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ખંભાળીયા ખાતે 'ગરીબોની બેલી સરકાર' કાર્યક્રમ યોજાયો

દેવભૂમિ દ્વારકા,તા.૧૮ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા નગરપાલિકાના યોગ કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ  રાજીબેન મોરી અને જિલ્લા વિકાસ અધિકારી  ડી.જે.જાડેજા તથા નગરપાલિકા ટાઉનહોલ ખાતે જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યા અને અધિક નિવાસી કલેકટર કે.એમ.જાની તથા નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમારની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે 'ગરીબોની બેલી સરકાર' કાર્યક્રમ યોજાયો હતો.

     આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચાર કમ્પોનેન્ટો મુજબ લાભાર્થીઓને લાભોના વિતરણના રાજ્યકક્ષાના કાર્યક્રમનું ઓનલાઈન જીવંત -સારણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉજ્જવલા ૨.૦ ફિલ્મ અને એસબીએમની ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

 આ તકે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અને આરોગ્ય વિભાગની કોવિડ-૧૯ રસીકરણ, અનુ.જાતિ કલ્યાણ વિભાગની માનવ ગરીમા યોજના, ડો.આંબેડકર આવાસ યોજના, મુખ્યમંત્રી બાળ સેવા યોજના (એક વાલી વાળા બાળકો), સમાજ કલ્યાણ વિભાગ(વિ.જા)ની પંડીત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના તથા માનવ ગરીમા યોજના, અન્ન અને નાગરીક પુરવઠા વિભાગની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૨.૦ તેમજ ગ્રામિણ વિકાસ વિભાગની નરેગા યોજનાના લાભાર્થીઓને મંજૂરીપત્રો તથા ઈલેકટ્રોનિક કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

 આ પ્રસંગે ખંભાળીયા તાલુકા પંચાયત પ્રમુખ રામદેવભાઈ કરમુર, બાંધકામ સમિતિના ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારીયા, કારોબારી સમિતિના ચેરમેન અનિલભાઈ ચાવડા, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ કણઝારીયા, નગરપાલિકા ઉપપ્રમુખ જગુભાઈ રાયચૂરા, હિતેશભાઈ પીડારીયા, પ્રતાપભાઈ પીંડારીયા, ઈન્દ્રજીતસિંહ પરમાર, સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ – કર્મચારીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે 'ગરીબોની બેલી સરકાર'કાર્યક્રમ યોજાયો હતો. જે અન્વયે ખંભાળીયા, કલ્યાણપુર, ભાણવડ અને દ્વારકા ખાતે તાલુકાકક્ષાનો કાર્યક્રમ તેમજ સલાયા નગરપાલિકા, દ્વારકા નગરપાલિકા, ખંભાળીયા નગરપાલિકા તથા રાવલ નગરપાલિકા ખાતે નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

(1:06 pm IST)