Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

જામનગર જિલ્લાની પુરની સ્થિતી અંગેની સમીક્ષા બેઠક યોનાઇ

અસરગ્રસ્તોને મહતમ લાભો ચુકવાય તે માટેના તમામ પ્રયાસો છે : ઋષિકેશભાઇ

જામનગર,તા. ૧૮: આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાની પુરની સ્થિતી અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદ પૂનમબેન માડમ, પ્રભારી સચિવ શ્રી નલીન ઉપાધ્યાય, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી સહિતના હોદ્દેદારો જોડાયા હતા.

બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જિલ્લામાં પુરની સ્થિતી તથા હાથ ધરાયેલ તંત્ર દ્વારા કામગીરી અંગેની વિગતો મેળવી હતી. મંત્રીશ્રીએ દ્યરવખરી સહાય ચુકવણી, કેશડોલ, ચુકવવામાં આવેલ સહાય તથા ચુકવવામાં આવનાર સહાય, પાણી-દ્યાસ-અનાજ-વિજળી-રોડ રસ્તા વગેરેની સ્થિતી ખેતી તથા દ્યરોમાં નુકશાન વગેરે બાબતોની સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ.

મંત્રીશ્રીએ આ તકે જિલ્લામાં રોગચાળો ન ફાટે તે માટે આરોગ્ય તંત્રને સચેત બની કામગીરી કરવા, ધોવાયેલા રસ્તાઓનુ તાકીદે સમારકામ કરવા, અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલીક ધોરણે અનાજ, પાણી, ધાસ સહિતની મદદ પુરી પાડવા તાકીદ કરતા જણાવ્યું હતુ કે અસરગ્રસ્તોને મહત્ત્।મ લાભો ચુકવાય તે માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સ્થાનીક કક્ષાએથી પણ માનવીય અભિગમ દાખવી જરૂરી તમામ કાર્યવાહી હાથ ધરાય તે જરૂરી છે.

આ બેઠકમાં સાંસદ શ્રી પૂનમબેન માડમે જોખમી રસ્તાઓ, પુલ, કોઝ-વે વગેરે પર અકસ્માતો ન થાય તે માટે જરૂરી સાઇન બોર્ડ મુકવા સુચન કર્યુ હતુ તેમજ મંત્રીશ્રી તથા સાંસદશ્રીએ પી.જી.વી.સી.એલ. દ્વારા હાથ ધરવામાં આવેલ ઝડપી તથા શ્રેષ્ઠતમ કામગીરીની પ્રશંસા કરી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશી ચનીયારા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, ડાયરેકટર એપીએમસી કાલાવડ, પ્રભારી સચિવ શ્રી નલીનભાઈ ઉપાધ્યાય, કલેકટર શ્રી ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી મિતેશ પંડયા, કાર્યપાલક ઈજનેરશ્રી માર્ગ અને મકાન વિભાગ રાજય તથા પંચાયત, અધિક્ષક ઈજનેર શ્રી પી.જી.વી.સી.એલ., કાર્યપાલક ઈજનેરશ્રી જાહેર આરોગ્ય બાંધાકામ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:05 pm IST)