Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

પુત્રીને મળવા ગીંગણી ગામે જતા'તા

સુપેડીના તણાયેલા વૃદ્ધની લાશ મળી

જામનગર, તા. ૧૮ :. ધોરાજી તાલુકાના સુપેડી ગામના વતની દેવાભાઈ મોહનભાઈ ચૌહાણ (ઉ.વ. ૬૫) કે જેઓ શુક્રવારે સાંજે પોતાનુ મોટર સાયકલ લઈને સુપેડી ગામેથી જામજોધપુર તાલુકાના ગિંગણી ગામમાં રહેતી તેની પુત્રીને મળવા માટે આવી રહ્યા હતા. જે દરમિયાન સિદસર ગામ પાસે ઉમિયા માતાજીના મંદિરની નજીકના કોઝવેમાં તેઓ અકસ્માતે મોટરસાયકલ સાથે તણાઈ ગયા હતા. જેથી આસપાસના વિસ્તારમાં એકત્ર થયેલા લોકોએ તેઓને શોધવાનો પ્રયત્ન કર્યો હતો.

જામજોધપુર મામલતદાર વિભાગની ટીમ, ઉપરાંત પોલીસ તંત્ર પણ આવી ગયુ હતું અને પાણીમાં તણાયેલા દેવાભાઈને શોધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓનું બાઈક માત્ર હાથ લાગ્યું હતું, પરંતુ તેઓ લાપત્તા બની ગયા હોવાથી ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે.

જામજોધપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે. મોડી રાત્રે આ ડૂબી ગયેલ અજાણ્યો શખ્સ પાણીમાંથી મૃત હાલતમાં મળી ગયો છે તેવું જાણવા મળે છે.

(12:10 pm IST)