Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ઉમિયાધામ ક્રોઝવેના પ્રવાહમાં સુપેડીના વણકર આધેડ તણાયા

મોની પાનેલી :જામજોધપુર તાલુકાના ઉમિયાધામ સીદસર મંદિર સામેના ક્રોઝવે ઉપરથી ગઈકાલે સાંજે પાનેલી તરફથી આવતા એક મોટરસાયકલ ચાલક તણાયા હતા સીદસર વેણુ નદીનો પુલ બંધ છે જયારે નવો બનાવેલો ક્રોઝવે એકજ વરસાદ માં પાણીમાં તણાયો હતો ત્યારબાદ તેજ ક્રોઝવે ઉપર કાચી માટી નાખીને કામચલાઉ ચાલુ કરેલ પરંતુ જોરદાર વરસાદ આવતા વેણુ નદીમાં ઘોડાપુર આવેલ જેને લઈને કાચો ક્રોઝવે પણ તૂટીને તણાઈ ગયો છે બાદમાં પાનેલીથી જામજોધપુર જવામાટે મંદિરની સામે અને મંદિરની પાછળના ભાગે એમ બે ક્રોઝવે વાડી વિસ્તારના લોકોમાટે બનાવેલા છે ત્યાંથી તમામ વાહનો વાડીના કાચા માર્ગ ઉપર પસાર થાય છે હાલમાં પાણીની આવક ચાલુ હોય જેનેલીધે ઉમિયાસાગર ડેમના પાટિયા થોડા થોડા ખુલ્લા રાખવા પડતા હોય નદીનો પ્રવાહ અવિરત ચાલુ રહે છે જેને લીધે મંદિરની સામે આવેલ ક્રોઝવે થોડો નીચો હોય ત્યાંથી પાણીનો પ્રવાહ વધુ વહે છે જેમાંથી પ્રસાર થવું અત્યંત જોખમી હોય છે ઉપરના ક્રોઝવે ઉપર પાણીનો પ્રવાહ ઓછો હોય છે જેથી ત્યાંથી નાના મોટા વાહનો પ્રસાર થઇ શકે છે પરંતુ અજાણ્યા વાહન ચાલકોને અંદાજ ના આવેતો મોટુ સાહસ કરીને ભૂલ કરે છે તેવુંજ બનતા સુપેડી ગામના વણકર દેવાભાઇ મોહનભાઇ ગીંગણી રહેતી દીકરીને મળવા જતા હતા હીરો સ્પલેન્ડર સ્માર્ટ બાઈક GJ03HJ7826 નંબરની સિલ્વર બ્લુ કલરમાં નદીના ક્રોઝવેમાં આવતા પાણીમાં પ્રવાહમાં પોતાનું સંતુલન ના જાળવી શકતા બાઈક સાથે તણાયા હતા દીકરીને મળવાનું સપનું રોળાયું હતું બનાવની જાણ થતા ગ્રામજનો એકઠા થયાં હતા માહિતી મુજબ બાઈક ચાલક આધેડ ને પાણીના પ્રવાહ વધુ હોય બાઈક ના નાખવા સામેથી લોકોએ બૂમો પાડીને જાણ કરેલ પરંતુ આધેડનું ધ્યાન ના રહ્યું હોય તેમ તેઓએ બાઈક આગળ વધારી હતી. (તસ્વીરઃઅતુલ ચગ -મોટીપાનેલી)

(12:07 pm IST)