Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

સુરેન્દ્રનગર પાલિકા વોર્ડ ૬ અને લીંબડી વોર્ડ ૫ની ચૂંટણી : હજુ આપ - ભાજપે ફોર્મ ભર્યા નથી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૮ : સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ નં. ૬ અને લીંબડી પાલિકાના વોર્ડ નં પની ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી જાહેર થઈ છે. આજે  ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. હજુ સુધી સુરેન્દ્રનગરમાં ૧ કોંગ્રેસના ઉમેદવાર અને લીંબડીમાં ૪ ઉમેદવારોએ ૫ ફોર્મ ભર્યા છે. સુરેન્દ્રનગર પાલિકા માટે છેલ્લા દિવસ સુધી ભાજપ અને આપે સસ્પેન્સ યથાવત રાખ્યુ છે. આ બન્ને પાર્ટીઓ પોતાના હુકમના એક્કા આજે ખોલે તેમ છે.

સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકા અને લીંબડી પાલિકાની ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણી જાહેર થઈ છે. તા. ૧૩થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. પરંતુ હજુ સુધી જોઈએ તેઓ રાજકીય ગરમાવો દેખાતો નથી. કોંગ્રેસે બન્ને બેઠકો માટે પોતાના નામ જાહેર કરતા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં સુરેન્દ્રનગરના વોર્ડ નં. ૬માં એક ઉમેદવારી ફોર્મ ભરાયું છે. લીંબડી પાલિકામાં અપક્ષ તેમજ આપ દ્વારા ઉમેદવારી નોંધાવાઇ છે. ભાજપ તરફથી એક ઉમેદવારે ૨ ફોર્મ ભર્યા છે. સુરેન્દ્રનગર પાલિકા માટે હજુ ભાજપ કે આપે ઉમેદવારો જાહેર કર્યા નથી. તા. ૧૮ના રોજ ફોર્મ ભરવાની કાર્યવાહી પૂરી થયા બાદ તા. ૨૦ના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી થશે. તા. ૩ ઓકટોબરે મતદાન થશે.

(12:07 pm IST)