Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

દુધરેજ ગામમાં ઉત્કર્ષ યોજના

 વઢવાણ : દુધરેજ-વઢવાણ નગરપાલિકા ટીમ દ્રારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના તેમજ મહિલા બચત મંડળ ની માહિતી આપવા અંગે કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા નગરપાલિકા વિસ્તારમાં રહેતી મહિલાઓ આત્મનિર્ભર બની શકે અને મહિલા બચત મંડળ બને તે માટે પાલિકા ટીમના નિલેશભાઈ સાગઠીયા, ભાર્ગવભાઈ વગેરે એ યોજનાની માહિતી આપી તેમા જોડાઈ લાભ લેવા જણાવ્યુ હતુ. આ તકે વિચરતા સમુદાય સમર્થન મંચ ના હષઁદ કે.વ્યાસ તેમજ નિશાબેન માળી એ માહિતી આપી હતી.

(12:06 pm IST)