Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

જસદણ પંથકમાં ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે સેવા કાર્ય યોજાયા

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૧૮: વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્ત્।ે આખા દેશમાં અનેક પ્રકારના સેવાકીય કાર્ય કરી ઉત્સવની જેમ ઉજવવામાં આવેલ તે જ રીતે જસદણ શહેરમાં અલગ-અલગ ૨૧ જગ્યાએ કોરોના ની વેકિસન લેવા માટે ના કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં લોકોએ વેકિસનેશન કરાવેલ તેમજ બીજા કાર્યક્રમમાં ઉજાલા યોજના મારફતે મારી બહેનોને મફતમાં ગેસ ના બોટલ સહિત કીટ આપવામાં આવેલ તેમજ કાંઠા વાળા મેલડી માતાના મંદિરે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ જસદણ સરકારી હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવેલ તેમજ જસદણ શહેરના મોટા રામજી મંદિરે સાંજની આરતી અને રામ ધુનનું આયોજન કરવામાં આવેલ.

આમ વહેલી સવારથી સાંજના મોડા સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સમાજસેવાના વિવિધ કાર્યક્રમો કરવામાં આવેલ જેમાં જસદણ શહેર ભાજપ ની ટીમ તેમજ જસદણ નગરપાલિકાની ટીમ તેમજ કોરોના વેકિસન ના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ તેમજ ભારતીય જનતા પાર્ટીના સિનિયર કાર્યકરો બધા સાથે મળી અને છેલ્લે ગણપતિના દર્શન કરી અને મોદીની જન્મની ઉજવણીમાં કેક કાપી મહિલા મોરચો તેમજ તમામ મરચાં આગેવાનો દ્વારા ખૂબ ઉત્સાહપૂર્વક આજના દિવસને સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવેલ રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનસુખભાઈ રામાણી જિલ્લા વેકિસનેશનના સહ ઇન્ચાર્જ ભાસ્કરભાઈ જસાણીજેમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી તેમજ મહામંત્રી બીબીસી છાયાની ,મુકેશ ભાઈ જાદવ તેમજ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રુપારેલીયા પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા રસીકરણના ઇન્ચાર્જ પંકજભાઈ ચાવ ડો. કેતનભાઈ પટેલ સિનિયર આગેવાનો અશોકભાઈ મહેતા ભરતભાઈ ધારૈયા, જિલ્લા ભાજપ મંત્રી રમાબેન મકવાણા નગરપાલિકા ઉપ પ્રમુખ દીપકભાઈ તેમજ લદ્યુમતી મોરચા માંથી ઈલિયાસભાઈ લોયા તેમજ શહેર લદ્યુમતી મોરચાના પ્રમુખ ઈલિયાસભાઈ જસદણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન ભાવેશભાઈ વદ્યાસિયા જસદણ નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન સોનલબેન વસાણી તેમજ રાજકોટ જિલ્લા યુવા ભાજપ મહામંત્રી મુકેશ ભાઈ મકવાણા વિવિધ આગેવાનો નગરપાલિકાના સદસ્ય અને સંગઠનના અનેક કાર્યકર્તા હાજર રહ્યા હતા. 

(12:05 pm IST)