Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ઉપલેટા કિશાનસભા દ્વારા મામલતદારને આવેદન

ઉપલેટા : કિશાનસભા નેતૃત્‍વમાં ખેડૂતોએ અતિવૃષ્‍ટીથી થયેલા નુકશાનના વળતરની માગણી માટે મુખ્‍યમંત્રીને સંબોધીને ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપેલ તેમાં જણાવેલ છે કે ઉપલેટા તાલુકા અને આજુ બાજુના વિસ્‍તારોમાં અતિ ભારે વરસાદથી મોજ ડેમ વેણુ ડેમ અને ભાદર ર ડેમ ઓવરફલો થતાં નદીઓમાં ઘોડાપુરથી ખાનાખરાબી સર્જી છે ખેતીની જમીનમાં મોટા પાયે ધોવાણ થયેલ છે ખેતીકાપમાં મગફળી, કપાસ, સોયાબીન, એરંડાનો નાશ થયો છે. આવેદનપત્રમાં તાત્‍કાલીક સર્વે પછી મુખ્‍યમંત્રી કિશાન સહાય યોજનામાંથી વળતર ચુકવી આપવાની માગણી ઉઠાવી છે. કિશાનસભાના રાજય પ્રમુખ ડાયાલાલ ગજેરા, લખમણભાઇ પાનેરા, દેવેનભાઇ વસોયા, મેણશીભાઇ ડેર, ગોરધનભાઇ સિંહોરા, હમીરભાઇ રાવલીયા, અને પીડીત ખેડૂતો આવેદનપત્ર કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં. આવેદન પત્ર પાઠવ્‍યું તે તસ્‍વીર. (તસ્‍વીર : ભોલુ રાઠોડ-ઉપલેટા)

 

(10:34 am IST)