Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ઉપલેટા તાલુકામા વેરાયેલા વિનાશનુ તાત્કાલીક સર્વે કરી ખેડૂતોને વળતર ચુકવવા ધારાસભ્યની આગેવાનીમા કોંગ્રેસનું આવેદન

 ઉપલેટા : તાલુકામાં થયેલ અતીભારે વરસાદ ના કારણે ઉપલેટા તાલુકામાંથી પસાર થતી ત્રણ મોટી નદીઓ મોજ, ભાદર અને વેણુ માં અતિભારે પુર આવતાં આ નદીઓ કાંઠા તોડીને ખેતરોમાં વહેવા લાગેલ હતી. આને કારણે તાલુકામાં ખેતીવાડીને, માલમીલ્કત અને સરકારી મીલ્કતોને મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે. આ અંગે ધારાસભ્ય લલીતભાઈ વસોયાની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો એ ઉપલેટા મામલતદારને આવેદન પત્ર આપી ખેડુતોને વળ તર ચુકવવા માંગણી કરેલ હતી.આ વેદન પત્ર અંગે ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ જણાવેલ કે અતીભારે વરસાદ ને કારણે ઉપલેટા અને ધોરાજી વિસ્તારની મોટી નદીઓ ભાદર મોજ અને વેણુ ને કાંઠે આવેલ ખેતીની જમીનમાં નદીઓના પાણી ફરી વળતા આ નદીઓએ ખેતરોનું ધોવાણ કરી નાખેલ છે. અતીભારે વરસાદ ને કારણે તાલુકાને જોડતા તમામ રોડ રસ્તાઓ ઉખેડીને નાખી દીધેલ છે. આ ઉપરાંત ભાદર નદીમાં આવેલ ચીખલીયા, ઈસરા, નીલાખા, પાસે આવેલા ચેક ડેમ પાણીના પ્રવાહના મારથી તુટી ગયા છે. આટલું મોટું નુકશાન ભુતકાળમાં કયારેય થયું ન હોય તાત્કાલીક આ વિસ્તારમાં સરકાર દ્વારા સર્વે કરાવી અછતગ્રસ્તોને વળતર આપવા આવેદન પત્ર આપેલ છે. શહેર કોંગ્રેસના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપતભાઈ કનેરીયા, તાલુકા પંચાયતના પુર્વે પ્રમુખ લાખાભાઈ ડાંગર, જયદેવર્સીહ વાળા, રાણાભાઈ ચંદ્રવાડીયા, નારણભાઈ ચંદ્રવાડીયા,નારણભાઈ ગઢાળા ધર્મેન્દ્ર્સીહ વાધેલા, પુંજાભાઈ સોલંકી, લખમણભાઈ ભોપાળા, રામશીભાઈ વામરોટીયા, પડવાલાના સરપંચ પુંજાભાઈ, સહિતના આગેવાનો જોડાયા હતા.

(10:12 am IST)