Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

પોરબંદર મુસ્લીમ સમાજના પરિવારે ધોરાજીના ભાડેર ગામે આર્થિક તંગીને કારણે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો : બે બાળકોનું અવસાન : પતિ-પત્ની અને ચાર વર્ષના બાળકને બચાવતા ગ્રામજનો

પોરબંદરઃ પોરબંદરમાં મુસ્લીમ સમાજના પરિવારે ધોરાજીના ભાડેર ગામે ભારે આર્થિક તંગીને કારણે કંટાળી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પ્રયાસમાં બે બાળકોનું અવસાન થયેલ છે. જયારે પતિ-પત્ની અને ચાર વર્ષના બાળકને ગામજનોએ બચાવ્યા હતા.

આ અંગે પોલીસ મથકે થી જાણવા મળેલ માહીતી મૂજબ પોરબંદર ના કડીવાડ વિસ્તાર માં રહેતાં શબ્બીર ભાઈ હામદ ભાઈ રાઠોડ  આથીક સંકડામણ થી કંટાળી ને ચાર દિવસ થી ઉપલેટા ખાતે રહેતાં તેમના કૂટૂબીજન ના ધરે શબ્બીર ભાઈ ઉવ 35 તથા તેમનાં પત્ની રૂકશાના બેન ઉવ 28 પૂત્રી રેહાના શબ્બીર ઉવ 10 ,પૂત્ર મોહમદ ઉવ 8 તથા નાનો પૂત્ર. એહમદ ઉવ 4 સાથે આવેલ હતાં શૂકવારે સવારે ઉપલેટા કૂટૂબીજન ને કહેલ કે અમારે માણાવદર અન્ય સગાં સંબંધી ને ત્યા જવું છે તેમ કહી ને ખાનગી રીક્ષા માં ભાડેર ગામે આખૂ પાંચેય કૂટૂબીજનો પહોંચી ને ભાડેર ગામ ના તળાવ માં સામુહિક આપધાત કરવાં ના ઈરાદા સાથે એકી સાથે મૂસ્લીમ પરીવારે ડુબકી મારતાં તળાવ નજીક ભાડેર ગામ ના ગ્રામજનો નૂ દયાન પડતાં ગામજનો એ તળાવ ના પાણી માંથી મૂસ્લીમ પરીવાર ને બહાર કાઢેલ જેમાં પૂત્રી રેહાના શબ્બીર ઉવ 10 તથા પૂત્ર મોહમ્મદ શબ્બીર ઉવ 8 નૂ ધટના સ્થળે મોત નિપજયૂ છે શબ્બીર ભાઈ હામદ ભાઈ રાઠોડ ઉવ 36 તથા તેની પત્ની રૂકશાના બેન ઉવ 28 પૂત્ર ઉવ 4 ને ગામજનો એ તળાવ ના ઉંડા પાણી માંથી બહાર કાઢી જીવ બચાવ્યા છે

આ બનાવ અંગે પાટણવાવ પોલીસ મથક ના પીએસઆઇ વાય બી રાણા સહિતના પોલીસ સ્ટાફ ધટના સથળે પહોંચી ને તપાસ હાથ ધરી ને બંને મૂતકો ના મૂતદેહો ને મોટીમારડ હોસ્પિટલ ખાતે ખસેડી ને આગળની કાયવાહી હાથ ધરાઈ છે પોલીસે આ સામૂહિક આપઘાત મામલે હત્યા સહિત ની કલમો હેઠળ ગૂનો નોધવા તજવીજ હાથ ધરી છે

ધોરાજી ના ભાડેર ગામે આથીક સંકડામણ થી કંટાળી ને પોરબંદર ના પરીવારે સામૂહિક આપઘાત નો પયાસ કરતાં બે બાળકો ના ડૂબી જતા મોત અરેરાટી વ્યાપી ગઇ છે.

વિશેષ જાણકારી મુજબ મુસ્લિમ પરિવારના શબ્બીર ભાઈ પોરબંદર ખાતે બેન્ડ પાર્ટી નવી વસાવેલ હોય જે લોકડાઉન બાદ ધંધો નહીં ચાલતા અને પોતાના ધંધા માટે લીધેલ કરજ હોય આથી કંટાળી ગયેલ હોય.

તળાવમાં સામુહિક આત્મહત્યા ના પ્રકરણમાં  શાબિરભાઈ એ પ્રથમ પોતાના બે બાળકોને તળાવમાં ધકેલી બાદમાં એક પુત્ર સાથે પત્ની ને લઈ તળાવમાં જંપલાવ્યું હતું.

તસવીર કિશોરભાઈ રાઠોડ

(11:02 pm IST)