Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

જામનગર હાઉસમેન હોસ્ટેલમાં આગ લાગી : શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન : ફાયરબ્રિગેડની સફળ કામગીરી

જામનગર : હાઉસમેન હોસ્પિટલ કે કોવિડ હોસ્પિટલ પાસે છે ત્યાં આગ લાગી હતી. શોર્ટ સકિટની આગ લાગ્યાનું અનુમાન થયું છે. ફાયર બ્રિગેડે સફળ કામગીરી કરી આગ બુઝાવી હતી.

       મળતી માહિતી મુજબ જામનગરમાં કોવિડ હોસ્પિટલ નજીક હાઉસમેન હોસ્ટેલમાં આગ લાગી હતી. રૂમ નંબર 28ના ડોકટરરૂમમાં લાગી આગ લાગી હતી. જેના પગલે ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આગ પર કાબુ મેળવ્યો હતો. સિવિલ હોસ્પિટલ અને કોવિડ હોસ્પિટલ નજીક જ ક્વાર્ટરમાં આગ લાગતા સલામતી સામે અનેક સવાલ ઉભા થયા છે. (તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(11:03 pm IST)