Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

દ્વારકામાં ભગવતી રેસ્ટોરન્ટ નામની દુકાનમાં ગેસ સીલીન્ડર ફાટતા આગ ભભૂકી ઉઠી : દુકનદાર દાઝી જતા હોસ્પિટલે ખસેડાયા

આગના બનાવની જાણ થતા જ નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડી ગઇ

જામનગર : દ્વારકાના તીનબતી ચોકમાં આવેલી ભગવતી રેસ્ટોરન્ટ નામની ફરસાણની દુકાનમાં આજરોજ દુકાનના માલીક ગીરીશભાઇ મગનભાઇ પાઢ ફરસાણ બનાવતા હતા ત્યારે અચાનક ગેસ સીલીન્ડર ફાટતા અને આગ લાગતા તેમજ ગીરીશભાઇને આકસ્મિક ઇજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર માટે દ્વારકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. આ ઘટનાની જાણ દ્વારકાની ફાયરબ્રિગેડ શાખાને થતા ફાયરબ્રિગેડની ટીમ તથા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચેલ અને ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક આગને કાબુમાં લઇ લીધેલ. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા સમય સુચકતા વાપરીને આગને કાબુમાં લેવાના સફળ પ્રયાસથી આ બનાવથી કોઇ મોટી જાનહાની થવાની ઘટનાને નિવાી શકાઇ છે.

(9:44 pm IST)