Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ધોરાજી માં ખુલ્લા ખાદ્ય પદાર્થો વેચનારા અને પ્લાસ્ટિક ઝબલાનું વેચાણ કરતા 16 આસમીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ....

ધોરાજી :- હાલ કોરોના મહામારી દરમિયાન ધોરાજી શહેરમાં ખુલ્લામાં ખાદ્ય પદાર્થો અને ઠંડાપીણા રાખતા તેમજ પચાસ માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકના ઝબલા વેચનાર સામે નગરપાલિકાના સેનિટેશન વિભાગના અધિકારી યાસીનભાઈ કાંગડા અને સ્ટાફ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ખુલ્લા ખાદ્ય પદાર્થો નો નાશ કરાયો હતો. અને બે પ્લાસ્ટિકના ઝબલા અને ચા ના કપ વેંચતા વેપારીઓને ત્યાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક કબ્જે કરી 3200 નો દંડ આપી ધોરાજીમાં કુલ 16 જેટલા આસમીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.ફ્રોમ્ કિશોરભાઈ રાઠોડ

(8:24 pm IST)