Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે કોરોના ના નવા ૨૫ પોઝિટિવ કેસ : ૧૫ દર્દીઓને રજા અપાઈ

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે કોરોના ના નવા ૨૫ પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે ૧૫ દર્દીઓને રજા અપાઈ છે.

       જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દરરોજ કોરોના નવા  પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે અને આરોગ્ય વિભાગ દ્વારા સારવાર પણ આપવામાં આવી રહી છે. હાલમાં કુલ એક્ટિવ કેસ ૬૦ છે.

(4:45 pm IST)
  • રાજકોટ રેન્જની ટીમે છેલ્લા એક માસમાં મર્ડર સહિતના ગંભીર ગુન્હાઓમાં પેરોલ જમ્પ થયેલા ૯ આરોપીઓને ઝડપી લીધા : ડીઆઇજીપી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ આર. આર. સેલ., સ્પેશીયલ સ્કવોડ તથા સાયબર સેલ ટીમની પ્રસંશનીય કામગીરી access_time 3:23 pm IST

  • પેટીએમની એપ ગુગલ સ્ટોર ઉપરથી દૂર થઈ : પે-ટીએમની મુખ્ય 'એપ' ગુગલ પ્લે સ્ટોર ઉપરથી હટાવી દેવાયાના અહેવાલો મળે છે : કારણ જાણવા મળતુ નથી : જયારે પે-ટીએમની અન્ય એપ જેવી કે બીઝનેસ, પે-ટીએમ મેઈલ અને પે-ટીએમ મની પ્લે સ્ટોર હજુ પણ જોવા મળે છે. ટ્વીટર ઉપર અનેક યુઝર આના કારણો પૂછી રહ્યા છે access_time 4:07 pm IST

  • ખાનગી શાળાના ફી ઘટાડા મુદ્દે રાજય સરકાર જાતે જ નિર્ણય લ્યે : કોર્ટે જાહેર હિતની અરજીનો કર્યો નિકાલ : શાળા સંચાલકો ફિકસ ફી ઘટાડવા તૈયાર : ખાનગી શાળામાં ફી ઘટાડવા મુદ્દે નામદાર કોર્ટમાં થયેલ જાહેર હિતની અરજીનો નિકાલ કરતા જણાવ્યુ હતું કે, ફી ઘટાડા મુદ્દે સરકાર કોર્ટને મધ્યસ્થી ન બનાવે આ મુદ્દે સરકાર જાતે જ નિર્ણય લ્યે : શાળા સંચાલકો ફિકસ ફી ઘટાડવા તૈયાર થયા છે access_time 5:12 pm IST