Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

પડધરીમાં મામલતદાર અને પોલીસ તંત્ર દ્વારા માસ્ક વિતરણઃ કાયદાનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરાશે

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી, તા. ૧૮ :  પડધરી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધતા જતા કોરોનાના કેસના લીધે પડધરી પીએસઆઇ વી.એમ. લગારીયા દ્વારા પડધરી મુખ્ય બજાર અને શાકમાર્કેટ વિસ્તારમાં લોકોને માસ્કનું વિતરણ કરાયું હતું. વારંવાર સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક ન પહેરવાના ભંગ બદલ વેપારી પાસેથી દંડ વસુલ કરવામાં આવેલ મુખ્ય બજારમાં દરેક દુકાનદારને રૂબરૂ મામલતદાર અને પીએસઆઇ દ્વારા કડક સુચના આપી હતી. હવેથી કાયદાનો ભંગ કરનાર પાસેથી દંડ વસુલાશે અને આકરા પગલા ભરવામાં આવશે તેવી સુચના આપી હતી.

તંત્ર દ્વારા વારંવાર માસ્ક પહેરવા અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા બહોળી પ્રસિધ્ધી કરવામાં આવેલ અને કોરોનાના સંક્રમણની ગંભીરતા ધ્યાનમાં લેવા જાણ કરવા છતાં નિયમો ભંગ કરનાર સામે હવેથી કડક કાર્યવાહી કરવામાં આવશે. પડધરી પો. હેડ કો. યુવરાજસિંહ ગોહીલ, જયુભા જાડેજા, ડી.કે. પરમાર તેમજ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર હર્દીપસિંહ જાડેજા, વિજયસિંહ પરમાર, પાયલબેન સોરીયા તેમજ શ્યામભાઇ નિમાવત વગેરે સાથે જોડાયા હતા.

(3:30 pm IST)