Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

જુનાગઢમાં રસ્તા મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા રેશ્મા પટેલ સહિત એનસીપી કાર્યકરોની અટકાયત

તસ્વીરમાં અટકાયત થઇ તે નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૮ :  જુનાગઢમાં રસ્તા મુદ્દે વિરોધ પ્રદર્શન કરવા આવેલ એનસીપીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ અને તેમના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

જુનાગઢમાં ગાંધીચોક ખાતે આજે સવારમાં બિસ્માર રસ્તાના મુદ્દે એનસીપીના પ્રદેશ મહિલા પ્રમુખ અને પ્રવકતા રેશ્માબેન પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરંતુ રેશ્મા પટેલ સહિતના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરે તે પહેલા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી-ડીવીઝનના પીઆઇ આર.બી. સોલંકી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

(2:26 pm IST)