Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ગિરનાર પર પૂ.શ્રી મોરારીબાપુની રામકથાની શકયતા: ઇ-કથા માટે સર્વેની કામગીરી શરૂ

તો પ્રત્યક્ષ શ્રોતા વિનાની પૂ. બાપુની પાંચમી રામકથા હશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૮ : પ્રખર રામાયણી સંતવર્ય પૂ.શ્રી મોરારીબાપુની આગામી રામકથા ગિરનાર પર યોજાવાની શકયતા જોવાઇ રહી છે.

જયાં તેત્રીસ કરોડ દેવતા, નવ નાથ, ચોયાર્સી સિદ્ધનો વાસ છે એવા પર્વતા બિરાજ ગરવા ગિરનાર પર કમંડલ કુંડની જગ્યા ખાતે પૂ. શ્રી મોરારીબાપુની આગામી રામકથા યોજાય તેવી શકયતા છે.

જોકે પ્રત્યક્ષ શ્રોતા વિનાની પૂ.શ્રી બાપુની આ પાંચમી રામકથા હશે. અગાઉ શ્રી મોરારીબાપુએ તલગાજડા ખાતે રામ મંદિર, હનુમાન મંદિર, ત્રિભુવન કુટીયા પાસે ઉપરાંત સેંજળમાં તેમના ગુરૂ સ્થાન જ્ઞાન સ્વામીબાપાની સમાધિ પાસે એક પણ શ્રોતા વગર રામકથા કરી છે.

હવે ગિરનાર પર આગામી દિવસોમાં પૂ. શ્રી બાપુ રામકથા કરે તેવી શકયતા છે અને આ માટે ગિરનાર પર્વત સ્થિત કમંડલ કુંડની જગ્યા પસંદ કરવા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ખાસ કરીને વીજ પુરવઠો, કથાના દિવસો દરમ્યાન રોકાણ, ભોજન સાઉન્ડ અને અન્ય વ્યવસ્થા કેવી રીતે ઉપલબ્ધ થઇ શકે તે માટે સર્વે ચાલી રહ્યો છે.

તેમજ સહકાર ઉપરાંત ગિરનાર મંડળના સંતો-મહંતોની મંજૂરી મળ્યા બાદ જ સર્વ સમંતીથી પૂ.શ્રી મોરારીબાપુ આ મામલે આગળ વધશે.  જો બધી રીતે શકય બંને તો શરદપૂનમની આસપાસના દિવસોમાં રામકથાનું આયોજન કરવામાં આવે તેવી શકયતા જોવાઇ રહી છે.

(12:52 pm IST)
  • રાજકોટ રેન્જની ટીમે છેલ્લા એક માસમાં મર્ડર સહિતના ગંભીર ગુન્હાઓમાં પેરોલ જમ્પ થયેલા ૯ આરોપીઓને ઝડપી લીધા : ડીઆઇજીપી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ આર. આર. સેલ., સ્પેશીયલ સ્કવોડ તથા સાયબર સેલ ટીમની પ્રસંશનીય કામગીરી access_time 3:23 pm IST

  • " TikTok અને WeChat ઉપર અમેરિકામાં રવિવારથી બાન " : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ઘોષણાં : ભારતે બાન મુક્યા પછી અમેરિકા પણ આકરા પાણીએ : આ એપ્સના 10 કરોડ ઉપરાંત યુઝર્સ હોવાનું અનુમાન access_time 8:30 pm IST

  • હરિયાણામાં રાજકીય નવા-જૂનીના એંધાણ : ભાજપ સરકાર હાલક-ડોલક : ચૌટાલા ખેલ પાડવાના મૂડમાં : ભારે ચર્ચા access_time 5:41 pm IST