Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

જામનગરમાં વ્યાજખોરોનાં ત્રાસથી હિરેન પટેલનો આપઘાતનો પ્રયાસ : અંગ્રેજીમાં લખેલી ચિઠ્ઠી મળી

ગંભીર હાલતમાં જી.જી. હોસ્પિટલમાં સારવારમાં : વ્યાજખોરો ઘરે આવીને ત્રાસ આપતા પગલુ ભર્યુ

પ્રથમ તસ્વીરમાં સારવારમાં યુવક બીજી તસ્વીરમાં અંગ્રેજીમાં લખેલી ચિઠ્ઠી અને ત્રીજી તસ્વીરમાં ઝેરી દવાની બોટલ. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૮ : જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેરી દવા પી લીધાનું સામે આવ્યું છે... વુલનમિલ ડિફેન્સ વિસ્તારમાં રહેતા શિપિંગ કંપનીમાં નોકરી કરતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી ચીઠ્ઠી લખી આપદ્યાતનો પ્રયાસ કરતા ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડાયો છે.

જામનગર માં વ્યાજખોરોનો ત્રાસ ફરી સામે આવ્યો છે. શહેરના ડિફેન્સ કોલોની વુલનમિલ વિસ્તારમાં રહેતા હિરેન જમનભાઈ પટેલ નામના ૪૫ વર્ષીય યુવકે પોતાના દ્યરે જ સવારે ૧૧ વાગ્યા આસપાસ ઝેરી દવા પી આપદ્યાતનો પ્રયાસ કર્યો છે. હિરેનના ખિસ્સામાંથી વ્યાજખોરોના ત્રાસથી દવા પીધી હોવાના ઉલ્લેખ સાથે અંગ્રેજીમાં લખેલી ચિઠ્ઠી પણ મળી છે.

કોરોનાના કપરા કાળમાં વ્યાજખોરોના ત્રાસથી દવા પીનાર જામનગરમાં ડિફેન્સ કોલોનીમાં રહેતા હિરેનના પરિવારમાં એક અઢી વર્ષનો ધૈર્ય નામનો પુત્ર પણ છે.અને ૫ થી ૭ લોકો સંયુકત પરિવારમાં રહે છે. દવા પી આપદ્યાતનો પ્રયાસ કરનાર હિરેને જરૂરિયાત મુજબ અલગ-અલગ લોકો પાસેથી સમયાંતરે વ્યાજે પૈસા લીધા હતા. અને હાલની પરિસ્થિતિમાં વ્યાજે આપનાર લોકો દ્યરે આવી ત્રાસ આપતા હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું છે. ત્યારે હિરેન નામના આશાસ્પદ યુવકે વ્યાજખોરોના ત્રાસથી ચિઠ્ઠી લખી દવા પી લેતા ગંભીર હાલતમાં હાલ સરકારી જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પરિવારજનો ન્યાય માંગી રહ્યા છે. 

(12:51 pm IST)