Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

જેતપુરમાં દાગીના-રોકડ સાથે મુસ્લિમ શખ્સ પુત્રીને ભગાડી જતા પિતાની પોલીસમાં અરજી

લવ જેહાદનો મામલોઃ લીવ ઇન રીલેશનશીપનો કરાર કર્યાનું ખુલ્યુ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૮ :.. જેતપુરના એક પરીવારની પુત્રીને મુસ્લીમ શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોય તેની શોધખોળ કરી પરત કબજો મેળવવા પોલીસે શહેર પોલીસને અરજી કરેલ.

અરજીમાં જણાવેલ કે, અરજદારનો પરીવાર રાત્રીના સુતો હતો વ્હેલી સવારે પ વાગ્યાના અરસામાં પીતાની ઉંઘ ઉડતા તેની પુત્રી ઘરમાં ન હોય અને તેના મોબાઇલ નંબર પર ફોન કરતી તે પણ બંધ આવતો હોય આજુબાજુમાં સગા-સબંધીઓને ત્યાં તપાસ કરેલ પરંતુ પુત્રીની ભાળ નહિ મળેલ.

અંદાજીત દોઢેક વર્ષ પહેલા અત્રેના જાગૃતી નગર વિસ્તારમાં રહે તો મુસ્લીમ શખ્સ ઇરફાન યુનુસખાન પઠાણ પુત્રીને લલચાવી ફોસલાવી લગ્ન કરવા માટેની અ શખ્સે અરજી પણ કરેલ તે સમયે યુવતીએ કંઇ કાગળો કે સહી ન કર્યા હોવાનું અને તેના ધ્યાન બહાર કરેલ હોવાનું જણાવેલ તેથી યુવતીના પીતાએ રાજકોટ કોર્ટમાં લગ્નની અરજી  અટકાવવાની કાર્યવાહી કરેલ તે કાગળો પણ ન હોય ઉપરાંત યુવતી ઘરમાંથી પોતાના કપડા, મોબાઇલ સોનાના દાગીના  જેની અંદાજીત કિંમત રૂ. ૧.૭પ લાખ તેમજ રોકડા રૂ. ર૧,૦૦૦ પણ ગાયબ હોય પરિવારે ઇરફાન જયાં કામ કરે છે ત્યાં તપાસ કરતા તે હાજર ન હોય  પોતાની પુત્રીને ભગાડી ગયાનું માલુમ પડેલ.

તેઓએ એક બીજા સાથે રહેવા લીવ ઇન રીલેશનશીપનો કરાર કરેલ હોવાનું બહાર આવેલ જેથી યુવતીના પીતાએ પોલીસ ઇન્સ્પેકટરને અરજી કરી પોતાની પુત્રી તે શખ્સ પાસેથી છોડાવી પરત કબજો સોંપવા અરજી કરેલ છે.

(12:48 pm IST)