Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

દેવભૂમિ જિલ્લામાં ૭ કેસઃ નવા ૧૮ કન્ટેન્મેન્ટ ઝોનઃ ખંભાળીયાના વિપ્ર પ્રૌઢનું મોત

સુપર સ્પ્રેડર્સના સંદર્ભમાં જાહેરનામુઃ દર ૧૦ દિ'એ કોરોના સ્ક્રીનીંગ ફરજીયાતઃ સારવારમાં ઢીલું વલણ ઘાતક નિવડયુ

ખંભાળીયા તા. ૧૮ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના મહામારીના કેસોમાં સતત વધારો તથા ડિસ્ચાર્જ થવામાં ઘટાડો ચાલુ રહ્યો છે.

ગઇકાલે દ્વારકામાં બે કલ્યાણપુરમાં બે તથા ખંભાળીયામાં ત્રણ મળીને નવા સાત પોઝીટીવ કેસ આવ્યા હતા જેની સામે એક પણ દર્દી ડિસ્ચાર્જ થયા નથી.

કલ્યાણપુર તાલુકાનાં નંદાણા ગામના ભૂપતસિંહ શાંતુભા વાઢેર ઉ.૩ર, ભાટીયા કૃષ્ણનગરના પરેશ દેવરાાજ નકુમ ઉ.ર૯, ધરમપુર ખંભળીયાન વીટુબેન મીતેશભઇ ખણાધર ઉ.૮ર, હામવાડી ખંભાળીયાના કિરીટ ભવાન કછટીયા ઉ.૩પ, જગશીવાડી ધરમપુરના વનીતાબેન પાંચાભાઇ નકુમ ઉ.૪૯ તથા નવીનગરી ઓખાના અનિલભઇ ગીરધરલાલ નિમાવત તથા દ્વારકાનાં આરંભડાની મહાવીર સોસાયટીના નીરવ નરોતમ ધોકાઇ ઉ.પપ ને દાખલ કરાયા છે.

કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ ગઇકાલે જાહેરનામુ બહાર પાડીને ખંભાળીયાન ધરમપુર, બેડીયાવાડી દ્વારકા આંબેકટર સોસાયટી, વીરવા પ્લોટ, ઘનશ્યામનગર, ભાણવડન આશાપુરા ચોક, નંદાણા તા. કલ્યાણપુર તથા નવીનગરી ઓખાના ૧૮ વિસ્તારોને કંટેટમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે.

ગઇકાલે ખંભાળીયા શુકલ સ્ટ્રીટમાં રહેતા અરવિંદભાઇ વ્યાસ નામના પ્રૌઢને કોરોના થયેલો જેમનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું આ પ્રૌઢને શરદી, ઉધરસ તાવ હતો પણ ગંભીરતાના લઇને જાતે દવા લીધે રાખતા તકલીફ થતાં ૧૦૮ ને બોલાવી છેલ્લે હોસ્પિટલમાં દાખલ કરાયેલ જયાં ગઇકાલે તેમનું મોત નિપજયું હતું.

જો કે પાલિકા પ્રમુખ શ્વેતાબેન શુકલ તે જ વિસ્તારમાં રહેતા હોય તેમના દ્વારા આ પરિવારને મદદ કરાઇ હતી તથા તેમના પત્નીના ટેસ્ટની વ્યવસ્થા પણ કરાઇ હતી.

દ્વારકા જિલ્લામાં આવી રીતે ઘણા લોકો બેદરકારીથી મોત નિપજયાના ઉદાહરણો બહાર આવી રહ્યા છે ત્યારે ગંભીર બેદરકારીના દાખલા માટે તંત્ર દ્વારા લોકોને સલાહ આપવામાં આવી છે. કલ્યાણપુર તાલુકામાં પણ એક દર્દી પહેલા કલ્યાણપુર પરત પોરબંદર પછી ખંભાળીયા અને છેલ્લે જામનગર ગયો ત્યાં મોત નિપજયું હતું.

હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સુપર સ્પ્રેડર્સ દ્વારા કોરોનાનું સંક્રમણ થવાનું વધુ થતું હોય તથા અનાજ કરીયાણા, વાણંદ, શાકભાજી ફુટવાળા, મેડીકલ સ્ટોર, ડ્રાયવર, દૂધ પહોંચાડનાર, સુથાર, લુહાર, લારી ગલ્લાવાળા, પાન મસાલાવાળા હોટલ તથા રેસ્ટોટંટવાળાને ફરજીયાત દર ૧૦ દિવસે સ્ક્રીનીંગ કરવાની જરૂર હોય જિલ્લા કલેકટર દ્વારા આદેશ કરીને દર ૧૦ દિવસે કોરોના સંદર્ભે ચકાસણી કરવા તથા હેલ્થકાર્ડ તથા રજિસ્ટરો નિભાવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીને હુકમ કરાયા છે.

તા. ૧૭-૯ થી જયાં સુધી બીજો હુકમ ના થાય ત્યાં સુધી ચાલુ રાખવા માટે જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે દ્વારકા જિલ્લામાં હાલ ર૩ ધનવંતરી રથ તથા સરકારી પ્રા. સા. આરોગ્ય કેન્દ્રોમાં રોજ ૮૦૦ જેટલા ટેસ્ટીંગ થઇ રહ્યા છે.

દ્વારકા જિલ્લામાં ૧૦૪ ઇંચ જેટલો વરસાદ ખંભાળિયામાં પડતો હોય તથા અન્ય તાલુકામાં પણ વર્ષોનો રેકોર્ડ તોડી નાખતો વરસાદ પડયો હોય તથા નુકશાની અંગે સર્વે પણ કરાવવાના છે. ત્યારે ગઇકાલે હરિપર ગામે ખેતરોની મુલાકાત લઇને નુકશાની અંગે જાત માહિતી મેળવી હતી.

જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાની સાથે જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા તથા જિલ્લા ખેતીવાડી અધિકારી કામાણી તથા સ્ટાફ પણ જોડાયા હતા.

ખેડૂતના ખેતરમાં પડેલા વરસાદ તથા હાલની પાકની સ્થિતિ અંગે જાણકારી રૂબરૂ મેળવી હતી.

કોલવાની આહિર યુવતિ પ્રથમ પોલીસ ઇન્સ્પેકટર

નાનકડા એવા ખોબા જેવડા કોલવા ગામની આહીર જ્ઞાતિની પુત્રી મંજૂબેન આંબલીયાએ પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષામાં પાસ થઇને ગામ તથા તાલુકા અને આહીર સમાજનું ગૌરવ વધાર્યુ છે તથા તેમનું વડોદરા પોસ્ટીંગ થયું છે.

ઉલ્લેખનીય છે કે આ કોલવા જેવા નાના ગામમાંથી અગાઉ માસ્ટર ડીગ્રી વાળા ડો.  નંદાણીયા સ્ત્રી રોગ વિશેષજ્ઞ પણ આજ ગામના વતની છે.

(12:45 pm IST)