Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને ઇન્સ્ટીટયુટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સનો દરજજો

રાજયસભામાં બીલ પાસ થતા ભારતીય પ્રાચીન ચિકીત્સા પધ્ધતિના વિશ્વસ્તરના વધુ સ્ટાન્ડર્ડ અને કવોલીટી શિક્ષણ-સંશોધનના દ્વાર ખુલ્યા

જામનગર તા.૧૮ :  વિશ્વની સૌથી પ્રાચીન ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને ઇન્સ્ટીટયુટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સનો દરજજો મળતા કેન્દ્ર સરકારશ્રીના આ નિર્ણયને આવકારી સંસદસભ્ય પુનમબેન માડમએ વડાપ્રધાન અને આયુષમંત્રી શ્રીપદ નાયકજીનો આભાર વ્યકત કરી ઉમેર્યુ  છે કે ભારતીય પ્રાચીન ચિકીત્સા પધ્ધતિ અંગેનું બીલ રાજયસભામાં પાસથતા અહીં વિશ્વસ્તરના વધુ સ્ટાન્ડર્ડ અને કવોલીટી શિક્ષણ અને સંશોધનના દ્વાર ખુલ્યા છે. જેના દ્વારા ભારતની સાચી ઓળખ પ્રસ્થાપીત થશે અને આ બીલ પાસથતા જામનગરમાં આયુર્વેદમાં ગુણવત્તાયુકત શ્ક્ષિણ અને સંશોધનને વિશીષ્ટ દરજજો અને સ્વાયતતા સાથે પ્રોત્સાહન મળી રહેનાર છે જે સમગ્ર જામનગર માટે વિશેષ ગૌરવની બાબત છે.

જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વિશ્વની સૌ પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી તેમજ સંલગ્ન ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય - ઈન્સ્ટીટયુટ ઓફ પોસ્ટ ગ્રેજયુએટ ટીચીંગ રીસર્ચ એન્ડ એનાલીસીસ એમ સમગ્ર કલસ્ટરને ઇન્સ્ટીટયુટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ આપવામાં આવતા એક નવુ સન્માન અને પ્રતિષ્ઠા મળ્યા છે અને આયુર્વેદ  યુનિવર્સિટી અને સંલગ્ન શિક્ષણ તેમજ સંશોધનના વિદ્યાર્થીઓ ચિકિત્સકો - સંચાલકો - સંશોધકો સૌને ગૌરવ પ્રદાન થયુછે. તેમ પણ સંસદ સભ્યશ્રી પુનમબેન માડમએ આ યાદીમાં ઉમેર્યુ છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ  ચિકિત્સા પધ્ધતિ વિશ્વભરમાં પ્રસિધ્ધ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહયા છે અને વર્ષ ર૦૧૬થી ભગવાનશ્રી ધન્વંતરીજીના જન્મદિવસને આયુર્વેદ ડે પણ જાહેર કરી આપણા શાસ્ત્રને વધુ ગૌરવ અપાવ્યું છે. ત્યારે વધુ એક વખત ઇન્સ્ટીટયુટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ સાથે જામનગરની આ યુનિવર્સિટીને વધુને વધુ સ્વાયતતા મળશે જેનાથી શિક્ષણ શોધ - સંશોધનના વ્યાપ હજુ વધશે અને વડાપ્રધાનશ્રીના બહુમુલ્ય માર્ગદર્શન અને નિર્દેશ હેઠળ આયુષ મંત્રાલય દ્વારા જે જહેમત ઉઠાવવામાં આવી તેના લીધે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જામનગર અને આયુર્વેદ યુનિવર્સિટીનંું નામ હજુ વધુને વધુ ઝળકશે.

(12:44 pm IST)