Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

મોટા આંકડીયા ગામના બે વ્યાજખોર પાસા તળે જેલમાં

કાયદામાં સુધારો આવ્યા બાદ ગુજરાતમાં સૌપ્રથમ અમરેલી જિલ્લામાં અમલવારી

 અમરેલી, તા. ૧૮ : ગુજરાત સરકાર  દ્વારા તાજેતરમાં પાસાના કાયદામાં સુધારો કરવામાં આવેલ છે, જેમાં જુગારનો અડ્ડો ચલાવતા ઇસમો, સાયબરનો ગુનો કરનાર ઇસમો, જાતીય સતામણી સબંધી ગુના કરતા ઇસમો વિરૂધ્ધ પાસા તળે કાર્યવાહી કરવા  વટહુકમ  બહાર પાડવામાં આવેલ છે.

જરૂરીયાતમંદ મધ્યમ વર્ગના માણસો આર્થિક સંકડામણના લીધે મજબુરીના કારણે પોતાના સારા-નરસાં પ્રસંગો ઉકેલવા અને જરૂરિયાતો પુરી કરવા વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે નાણાં મેળવતા હોય છે, જેનો ફાયદો ઉઠાવી, વ્યાજંકવાદીઓ ઉંચુ વ્યાજ વસુલ કરતા હોય છે, અને જો વ્યાજ કે મુદ્દલ ન ચુકવી શકાય તો આવા વ્યકિતઓની મિલ્કત, ગેરકાયદેર રીતે, ધાક ધમકી આપી, ડરાવી, ધમકાવી, પડાવી લેતા હોય છે. પરંતુ સામાન્ય પ્રજા આવા વ્યાજંકવાદીઓના ડર, બીકના કારણે તેમના વિરૂધ્ધ ફરિયાદ કરતા નથી, કે તેમની સામે કયાંય રજુઆત કરતા નથી, અને વ્યાજંકવાદીઓના ત્રાસથી આત્મહત્યા કરી લેતાં હોય છે.

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબ  દ્વારા અમરેલી જિલ્લામાં  વ્યાજખોરી  ના ગુનામાં પકડાયેલ ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુન્હેગારોને કાયદાનું ભાન થાય તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને, તે માટે પાસાના કાયદામાં આવેલ સુધારા મુજબ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે  અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. .આર.કે.કરમટા તથા પો.સ.ઇ. .પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ  દ્વારા અમરેલી જિલ્લાના વ્યાજખોર ઇસમો

૧.પ્રેમજીભાઇ ઉર્ફે ગટીભાઇ વલ્લભભાઇ બાવીશી, ઉં.વ.૫૯, રહે.મોટા આંકડીયા, તા.જિ.અમરેલી તથા

૨.જીલુભાઇ દાનાભાઇ ભુતૈયા, ઉં.વ.૪૦, રહે.મોટા આંકડીયા, પાસા વોરંટની બજવણી કરી, પ્રેમજીભાઇ ઉર્ફે ગટીભાઇ વલ્લભભાઇ બાવીશીને  અમદાવાદ મધ્યસ્થ જેલ  તથા જીલુભાઇ દાનાભાઇ ભુતૈયાને  વડોદરા મધ્યસ્થ જેલ  ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.

ઉપરોકત બંને ઇસમો વિરૂધ્ધ  અમરેલી શહેર પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૧૧૧૯૩૦ ૦૩૨૦૦૨૧૧, ઇ.પી.કો. કલમ ૩૦૬, ૫૦૬(ર) તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની કલમ ૪૦(એ), ૪૨(એ),(બી),(ડી)  મુજબનો ગુન્હો રજી. થયેલ છે. જે ગુન્હામાં ભોગ બનનારે ઉપરોકત બંને ઇસમોના ત્રાસથી દ્યંઉમાં નાંખવાના ટીકડા ખાઇ, આત્મહત્યા કરી લીધેલ હતી.

(12:43 pm IST)