Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

મુંદરામાં પાંચ કિલો ચરસ સાથે ૩ શખ્સો ઝડપાયા

ભૂજ, તા. ૧૮ : મુન્દ્રા વિસ્તારમાંથી પ કિલો ચરસ સાથે ૭.પ૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે અને એસઓજી દ્વારા કામગીરી થયા પછી આગળની તપાસ મુન્દ્રા પોલીસને સોંપાઇ છે.

જે.આર. મોથાલીયા પોલીસ મહાનિરીક્ષક , સરહદી રેન્જ, ભુજ તથા સૌરભ સિંઘ પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટે સુચના કરેલ અને રાજયમાં કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે તા. રપ સુધીની ર૧ દિ'ની ઝુંબેશ ચાલુ હોઇ જે અન્વયે માદક પદાર્થના કેસો કરવા એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એ.આર. ઝાલાએ કેસો શોધવા સુચના કરેલ.

દરમ્યાન એસ.ઓ.જી. ભુજના પો.હે.કો. મદનસિંહ લાલુભા જાડેજાનાઓને ખાનગી રાહે મળેલ હકીકત અન્વયે રેઇડ કરતા (૧) પ્રફુલભાઇ પોપટભાઇ બારીયા, ઉ.વ.૩૧, રહે. મુળ ગામ, લફણી તા.જાંબુધોડા જિ. પંચમહાલ (ગોધરા) હાલ રહે. અરનાથ ધામ, ટોડા તા. મુંદરા (ર) રામજી વેલાભાઇ કોલી ઉ.વ.૪૦ રહે. રાપરગઢ વારી તા. અબડાસા (૩) નરેશ સોમાલાલ શાહ ઉ.વ.૪ર, રહે. સરગમ એપાર્ટમેન્ટ, પ્લોટ નં. ૪ર૬, સેકટર ૭, ગાંધીધામ વાળાઓ પાસેથી માદક પદાર્થ ચરસનો જથ્થો પ કિલોગ્રામ મળી આવેલ જેની કિ.રૂ. ૭,પ૦,૦૦૦ તેમજ અન્ય મુદામાલ હીરો હોન્ડા મો.સા. કિ.રૂ. ૧૦,૦૦૦ મોબાઇલ ફોન નંગ ૩ કિ.રૂ. ૯૦૦૦, તથા રોકડ રૂ.પર૦ એમ કુલ-૭,૬૯,પર૦ના મુદામાલ સાથે પકડી પાડી મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં ભુજ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર પી.એમ. ચૌધરી તથા એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એ.આર. ઝાલા તથા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. ઘનશ્યામસિંહ જાડેજા, પો.હે.કો. મદનસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, સુનિલભાઇ પરમાર, રજાકભાઇ સોતા, પો.કોન્સ. ગોપાલભાઇ ગઢવી, ડ્રા.પો.હે.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહિલ, ડ્રા.પો.કોન્સ. મહિપતસિંહ સોલંકી જોડાયેલ હતાં.

(1:54 pm IST)