Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ધોરાજીના સહકારી ક્ષેત્રના અગ્રણી અને રાજકોટ ડિસ્ટ્રિકટ કો ઓપરેટિવ બેંકમાં ડિરેકટર તરીકે બિનહરીફ વિનુભાઈ વૈષ્ણવ (વિનુ રામ) એ કોરોના ને મહાત આપી પણ ઘરે આવતા હૃદયરોગનો હુમલો આવી ગયો

ધોરાજી,તા.૧૮ : સૌરાષ્ટ્રના ખેડૂત તરીકેની છાપ ધરાવતા વિઠ્ઠલભાઈ રાદડિયા ના સાથી ગણાતા અને હાલમાં રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા સાથે નિકટનો સંબંધ ધરાવતા (વિનુરામ) તરીકે જાણીતા શાંત સ્વભાવના વિનુભાઈ વૈષ્ણવ ને કોરોના મહામારીમાં પોઝિટિવ આવ્યા   બાદ સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા બે દિવસ પહેલા તેઓ તેમના ઘર પર આવ્યા હતા અને ગઈકાલે સાંજના સમયે અચાનક હૃદયરોગનો હુમલો આવતાં તેમનું અવસાન થયું હતું જે સમાચાર સહકારી ક્ષેત્રમાં પ્રસરી જતા લેઉવા પટેલ સમાજના લોકો આગેવાનો સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા

આ સમયે મંત્રી જયેશભાઇ રાદડીયા રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડ ભાઈ કોયાણી અખિલ ભારતીય વિશ્વકર્મા મહાત્માના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા સહકારી ક્ષેત્રના અગ્રણી એડવોકેટ કાંતિભાઈ જાગાણી ધોરાજી તાલુકા સંદ્યના પ્રમુખ આર.સી ભૂત પૂર્વ નગરપતિ વી. ડી. પટેલ હરકિશનભાઈ માવાણી. કે.પી માવાણી બજરંગ ગ્રુપના પ્રમુખ સી. સી. અંટાળા એડવોકેટ દિલીપભાઈ જાગાણી વિગેરે અગ્રણીઓએ શોક વ્યકત કર્યો હતો

 સેવા સહકારી મંડળીના પ્રમુખ   વિનુભાઈ ગોવિંદભાઈ વૈષ્ણવ રામ નું તારીખ ૧૭/૯/૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે વિનુભાઈ રામ વૈષ્ણવ છેલ્લી બે ટર્મથી બેંકના ડિરેકટર તરીકે સેવાઓ આપતા હતા ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના નજીકના મિત્ર એવા વિનુભાઈ વૈષ્ણવ ધોરાજીમાં અનેક જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. બે પુત્રો અને એક પુત્રી વિલાપ કરતાં છોડી ગયા હતા વિનુભાઈ વૈષ્ણવની સ્મશાન યાત્રા સાંજે નીકળી હતી આ તકે જુદા જુદા અગ્રણીઓએ વિનુભાઈ વૈષ્ણવની સેવાઓને બિરદાવી ને શ્રદ્ઘાસુમન અર્પણ કર્યા હતા.

(11:53 am IST)