Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

સોમનાથમા મુખ્યમંત્રીની મહિલા ઉત્કર્ષ યોજના ઇ લોન્ચીંગ પ્રસંગે લોનમંજુરી પત્રોનુ વિતરણ

 પ્રભાસપાટણ તા.૧૮ :  રાજય સરકાર દ્રારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્રારા ઈ-લોન્ચીંગ કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે આજે પુર્વમંત્રીશ્રી જશુમતીબેન કોરાટના અધ્યક્ષસ્થાને ઓડીટોરીયમ હોલ યાત્રી સુવિધા કેન્દ્ર, લીલાવંતી ભવન કેમ્પસ સોમનાથ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુર્યમંદિર સ્વસહાય જુથ અને હિંગરાજ સ્વસહાય જુથની મહિલાઓને લોન મંજુરીપત્રોનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

 આ પ્રસંગે પુર્વમંત્રીશ્રી જશુમતીબેન કોરાટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૦મા જન્મદિવસની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, સરકારે મહિલાઓની ચિંતા કરી પગભર કરવા માટે કટિબધ્ધ છે. બહેનોની અંદર ખુબ શકિત રહેલી છે માત્ર તેની બહાર લાવવાની જરૂર છે. મહિલાઓ માટે સરકારે અનેકક્ષેત્રમાં અનામત રાખી છે. સરકારે આજે જે યોજનાનું લોકાર્પણ કર્યું છે તે યોજનાનો વધુમાંવધુ બહેનો લાભ લઈ આર્થિક પગભર બનવા માટે કહ્યું હતું. નગરપાલીકાના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણીએ તમામ બહેનો વતી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવા જણાવ્યું હતું કે, બહેનો હિંમત કરી હવે તમામ ક્ષેત્રમાં તેમનું યોગદાન આપવા માટેની ખાસ જરૂરીયાત છે. બહેનો ઈચ્છે તે કાર્ય કરી શકે છે.

 મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામા ૧૦ બહેનોનું સ્વસહાય જુથ બનાવવાનું રહેશે અને તેમને બેન્ક દ્રારા ૦ ટકાના વ્યાજદરે રૂ.૧ લાખની આર્થિક સહાય આપવામાં આવશે.

 આ તકે રાજયબીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટા મહિલા અગ્રણીશ્રી સ્મૃતીબેન શાહ, હેમીબેન, ચીફ ઓફિસરશ્રી જતીન મહેતા અને બહેનો સહભાગી થઈ હતી.(

(11:43 am IST)