Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

જામનગરમાં એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાનની વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ

પ્રદેશ ભાજપ અધ્યક્ષના જનસેવાના અનુરોધને પગલે ૧૦૦૦ લોકોને વિમા કવચ અપાશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૮ : ગુજરાતના પનોતા પુત્ર અને રાષ્ટ્રના સુકાની કર્મનિષ્ઠ રાજનેતા નરેન્દ્રભાઇ મોદીની ૭૦મી વર્ષગાંઠના દિવસની ઉજવણી જામનગરની સેવા સંસ્થા એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવતર રીતે કરાઇ રહી છે.

જામનગર શહેરના ગૌરવપથ પર પ્રદર્શન મંદાન સામે મુખ્યમાર્ગની એક બાજુ લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇના ૭૧માં વર્ષમાં મંગલ પ્રવેશ અવસરની યાદગીરીમાં ૭૧માં વૃક્ષોનુ રોપણ સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઇ લાલના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પહેલાના ૪ વર્ષથી ૭૦ વૃક્ષ વાવવામાં આવ્યા છે અને તેના જતન ઉછેરની જવાબદારી પણ એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ સંભાળી રહ્યુ છે.

આ સાથે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના આજના આ અવસરે જનસેવા માટે કરાયેલા અનુરોધના અનુસંધાને શહેરના ૧૦૦૦ લોકોને વિમા સુરક્ષા યોજના હેઠળ અકસ્માત વિમા માટે કુલ રૂ.૨૦ કરોડનુ વિમા કવચ આપવાની કાર્યવાહીનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.

(11:39 am IST)