Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

રાજકોટ હોસ્પીટલેથી ડેડબોડી સોંપી દીધા બાદ ગોંડલથી પાછી મંગાવી

૩ દિવસ પહેલા અકસ્માતમાં મૃત્યુ નિપજયા બાદ બટુકભાઇ કંડોલીયાની અંતિમવિધિની તૈયારી થઇ રહી હતી ત્યાં રાજકોટથી ફોન આવતા ભારે રોષ

 

તસ્વીરમાં મૃતદેહની અંતિમવિધિની તૈયારી થઇ રહી છે તે નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ, તા., ૧૮: ગોંડલના સિધ્ધાર્થનગરમાં રહેતા બટુકભાઇ પોપટભાઇ કંડોલીયાનું ૩ દિવસ પહેલા કાર અને બાઇક અકસ્માતમાં ઇજા થયા બાદ તેમને સારવાર માટે હોસ્પીટલમાં રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું મોત થયા બાદ તેમના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. આજે સવારે તેમના પરિવારજનો મૃતદેહની અંતિમવિધિની તૈયારી કરી રહયા હતા ત્યારે જ રાજકોટ સિવિલ હોસ્પીટલમાંથી ફોન આવ્યો કે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવું પડશે, પછી જ અંતિમવિધિ કરજો અને પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ જ તમને ડેથ સર્ટીફીકેટ આપવામાં આવશે. આ ફોન આવતા જ પરિવારજનોમાં ભારે ચિંતા પ્રસરી ગઇ હતી અને સિવિલ હોસ્પીટલ રાજકોટના સતાવાળાઓ સામે આક્રોશ વ્યકત કરીને ફોન કરવામાં આવ્યો હતો.

રાજકોટ સરકારી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. ગોંડલ આશાપુરા ચોકડી પાસે ત્રણ દિવસ પહેલા અકસ્માત થયેલ હતો જે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક સારવાર બાદ રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે આજે સવારે દર્દીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા હોસ્પિટલેથી મૃતકને તેમના વાલીઓને સોંપી દેવામાં આવ્યો હતો જે આજે સવારમાં ગોંડલ લઈ આવી તેમની અંતિમવિધિ ચાલુ કરવામાં આવી હતી કયારે રાજકોટ સરકારી હોસ્પિટલ માંથી ફોન આવ્યો કે મૃતક ને પાછા લઈ આવો પોસ્ટમોર્ટમ બાકી છે કયાં સુધી તમને ડેથ સર્ટિફિકેટ નહીં મળે એવું કહેતા મૃતકના ઘરના મૃતકને ગોંડલ નગરપાલિકાની એમ્બ્યુલન્સમાં પાછા રાજકોટ લઈ જવામાં આવ્યા છે.

આ અંગે પરિવારજનોએ સિવિલ હોસ્પીટલના સતાવાળાઓ સમક્ષ ટેલીફોનીક વાતચીત કરીને જણાવ્યું હતું કે જો બોડી સોંપી દીધી ત્યારે તપાસ કરવામાં નહોતી આવી?  રાજકોટથી ૪૦ કી.મી. દુર ગોંડલથી પરત મૃતદેહને પાછો લાવવામાં ખુબ જ મુશ્કેલી પડશે અને જવાબ પણ આપવો પડશે.

(11:14 am IST)