Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ગોંડલના સંગીત શિક્ષક ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યા

ગોંડલ, તા.૧૮: ઓનલાઈન ફ્રોડ કરનારાઓ દિવસેને દિવસે નિત નવી તરકીબો અજમાવી લોકોને છેતરી રહ્યા હોય આવીજ એક છેતરપીંડીનો ભોગ ગોંડલ સંગીત કલાસ ચલાવતા ઉમંગ દુર્લભભાઈ ઘોણીયા બનવા પામ્યા છે તેમના એક વિદ્યાર્થી દ્વારા ફોન પે નામની એપ્લિકેશન દ્વારા રૂ. ૨૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા પરંતુ તે ખાતામાં રૂપિયા જમા ન થતા યુનિયન બેન્ક, એસબીઆઈ બેંકના ધકામુકી શરૂ થઈ ગયા હતા અને આખરે ફોન પે ના કસ્ટમર નંબર ઉપર ફરિયાદ લખવતા થોડા સમય પછી કોઈ અન્ય નંબર માંથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે ટેકનિકલી ભૂલ ના કારણે તમારું પેમેન્ટ અટકયું છે તેવું કહી તમામ બેન્ક માહિતી પૂછી એનીડેષ્ક ની મંજૂરી લઈ લીધી હતી તેની થોડીજ ક્ષણમાં ઉમંગ ભાઈના ખાતા માંથી રૂ. ૪૯૪૪૯ ટ્રાન્સફર થઈ જતા બેન્કને જાણ કરાઈ હતી પરંતુ  ઢીલી નીતિના કારણે ટ્રાન્સફર અટકયું ન હતું અને સમગ્ર મામલો સાયબર ક્રાઈમમાં પહોંચવા પામ્યો હતો.

(10:02 am IST)